Only Gujarat

Bollywood FEATURED

રવિના ટંડને સંભળાવી બોલિવૂડના કાળા સત્યની કહાણી જે સાંભળીના તમે ચોંકી જશો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બૉલિવૂડના ઘણાં સ્ટાર્સ હવે નેપોટિઝ્મ, સગાવાદ અને ગ્રુપવાદ વિશે બોલી રહ્યાં છે. નેપોટિઝ્મ અને આઉટસાઇડર્સ સાથે ઇન્ડસ્ટ્રીમાં ખરાબ વર્તન કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં સ્ટાર્સ તેમના ખરાબ અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. બૉલિવૂડ સાથે જોડાયેલા કાળા સત્ય વિશે એક્ટ્રસ રવિના ટંડને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘લોકો તેમને એરોગન્ટ કેમ કહે છે.’ તેમણે બૉલિવૂડ સાથે જોડાયેલી અફવાને સાચી પાડી દીધી છે. જેનાં વિશે કહેવામાં આવી રહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીની ચમક પાછળ ઘણીવાર અંધારું હોય છે.

રવિનાએ સંભળાવી બૉલિવૂડના કાળા સત્યની કહાણી
સુશાંત સિંહ રાજપુતના નિધને બૉલિવૂડમાં દબાયેલા અનેક વિવાદો અને મુદ્દાઓને ફરી એકવાર જીવિત કરી દીધા છે. બૉલિવૂડ સાથે જોડાયેલા કાળા સત્ય વિશે રવિના ટંડને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘લોકો તેમને એરોગન્ટ કેમ કહે છે.‘ તેમણે બૉલિવૂડ સાથે જોડાયેલી અફવાઓને સાચી સાબિત કરી દીધી છે. જેના વિશે કહેવામાં આવે છે કે, ‘‘ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે ખોટાં નિર્ણયો લેવાં પણ પડી શકે છે.’’

કહ્યું, ‘‘મારી પાસે કોઈ એવો હીરો નહતો જે મને પ્રમોટ કરે’’
રવીના ટંડને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે ‘‘બૉલિવૂડમાં તેમનો કોઈ ગોડફાધર હતો નહીં અને ન તો કોઈ કેમ્પનો ભાગ હતી.’’ તેમણે કહ્યું કે, ‘‘ન તો તેમની પાસે કોઈ એવો કોઈ હીરો હતો જે તેમને પ્રમોટ કરે’’

‘‘હું ક્યારેય રોલ માટે હીરો સાથે સૂતી નથી’’
રવીના ઇન્ટરવ્યૂમાં જે વાત જણાવી તે હેરાન કરનારી છે. તેમણે કહ્યું કે, ‘‘હું ક્યારેય રોલ માટે કોઈ હીરો સાથે સૂતી નથી અને ન તો કોઈ સાથે અફેર હતું.’’

‘‘હું તે કરવાં માટે રાજી નહોતી જે તે મારી પાસે કરાવવા માગતાં હતાં’’
રવીનાએ વધુમાં કહ્યું કે, ‘‘અનેક બાબતોમાં મને એરોગન્ટ અને ઘમંડી કહેવામાં આવતી હતી કેમ કે, હું તે કરવાં તૈયાર નહોતી જે તે મારી પાસે કરાવવા માગતાં હતાં. જ્યારે તે ઇચ્છે હસુ અને જ્યારે તે કહે બેસુ’’

‘‘ઘણાંએ મારા કરિયરને પુરું કરવાનો પ્રયત્ન કર્યો’’
રવિનાએ કહ્યું કે, ‘‘તે સમયે બૉલિવૂડમાંથી કેટલાક ચાલબાઝ દલાલ હતાં જેમની પાસે એક્ટર્સ, તે સમયની હીરોઈન અને ચમચા જર્નાલિસ્ટ હતા. તેમણે એવું પણ કહ્યું કે, તે સૌથી આશ્ચર્યની વાત છે કે, આ ફિમેલ જર્નાલિસ્ટ કોઈ બીજી મહિલા સાથે એવું કરે છે, જે ખુદને ફેમિનિસ્ટ ગણાવતી હતી અને અલ્ટ્રા ફેમિનિસ્ટ કૉલમ લખતી હતી. આ ઉપરાંત રવીનાએ ત્યાં સુધી કહ્યું કે, ‘‘કેટલાંક લોકોએ મારું કરિયર પુરં કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.’’

‘‘મારા વિશે ઘણાંએ બકવાસ લખ્યું’’
રવીનાએ કહ્યું કે, ‘‘હું ન તો ક્યારેય કોઈ વસ્તુ પર ભડકી અને ન તો ક્યારેય ધ્યાન આપ્યું.’’ તેમણે કહ્યું કે, ‘‘ઇમાનદારીને લીધે તેમણે ફિલ્મ ન ગુમાવી પણ, મારા વિશે ખૂબ જ બકવાસ લખવામાં આવ્યું.’’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page