Only Gujarat

Bollywood

બોલિવૂડના આ ટોપ સ્ટાર રહી ચૂક્યા છે લિવ-ઈનમાં, કોઈકે કર્યાં લગ્ન તો કોઈએ તોડ્યાં સંબંધો

મુંબઈઃ વેર્સ્ટન કલ્ચરને ફોલો કરતાં હવે ભારતમાં પણ લિવ-ઇન રિલેશનશિપ હવે સામાન્ય થઈ ગયો છે. મેટ્રો સિટીમાં ઘણાં લોકો લગ્ન પહેલાં લિવ-ઇનમાં રહે છે. જેમાં કેટલાક લોકો લિવ-ઇન રિલેશન પછી લગ્ન કરે છો તો કેટલાક લોકો અલગ પણ થઈ જાય છે. જોકે, બૉલિવૂડ સ્ટાર્સમાં આ સામાન્ય વાત છે. તો અમે તમને જણાવીએ બૉલિવૂડના એવા કપલ્સ વિશે જે લગ્ન પહેલાં લિવ-ઇનમાં રહેતાં હતાં.

જૉન અબ્રાહમ-બિપાશા બસુ
જૉન અબ્રાહમ અને બિપાશા બસુના અફેરની એક સમયે ખૂબ જ ચર્ચાહતી. બંને આ વાતને ઘણીવાર પબ્લિકલી પણ સ્વીકારી હતી. બંને 9 વર્ષ સુધી લિવ-ઇ રિલેશનશિપમાં રહ્યાં હતાં, પણ આટલો લાંબો સમય હોવા છતાં બંનેએ તેમના રસ્તા અલગ કરી લીધા હતાં. અત્યારે જૉન અબ્રાહમ, પ્રિયા રુચાંલ સાથે અને બિપાશા, કરણ સિંહ ગ્રોવર સાથે તેમન મેરિડ લાઇફમાં ખુશ છે.

સુશાંત સિંહ રાજપુત અને રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપુત અને તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. જોકે, સુશાંતના નિધન પહેલાં રિયા તેમનું ઘર છોડીને જતી રહી હતી અને તેના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. હાલમાં જ પોલીસ તપાસમાં રિયાએ સુશાંત સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
આમ તો રણબીર કપૂર અને કેટરીના કૈફ લિવ-ઇન રિલેશનશિપ પર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી પણ, બંનેને ઘણીવાર એક સાથે બહાર નીકળતા જોવા મળ્યા છે. જ્યારે તેમના લિવ-ઇન સંબંધના સમાચાર પછી તેમના લગ્નની પણ ચર્ચા થતાં આ કપલના બ્રેકઅપના સમાચારે બધાને આશ્ચર્યમાં રાખી દીધા હતાં.

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ
સોહા અલી ખાન અને કૃણાલ ખેમુ પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યૂમાં સોહાએ કહ્યું હતું કે, ‘‘ અમે લિવ-ઇન રિલેશનશિપને એન્ડોર્સ કરતાં નથી પણ લગ્ન પહેલાં તે અમારા માટે ખૂબ જ સારું રહ્યું છે.’’ તો કૃણાલે પણ કહ્યું કે, ‘‘ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાથી તમારા પાર્ટનરને સારી રીતે સમજી શકો છો’’

સૈફઅલી ખાન અને કરીના કપૂર ખાન
સૈફ અલી ખાન અને કરીના કપૂરના અફેરની ખૂબ જ ચર્ચા હતી પણ, બંને લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. કરીનાએ એકવાર આ વિશે સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે, ‘‘મેં લિવ-ઇન રિલેશનશિપ ફોર્મુલાને ટ્રાઇ અને ટેસ્ટ કરી છે. હવે જ્યારે હું પર્સનલી આને મોર્ડન ઇન્ડિયન્સ કપલને પણ એન્ડોર્સ કરી શકું છું. લિવ-ઇન મોર્ડન ઇન્ડિયાની રિયાલિટી છે.’’

આમિર ખાન અને કિરણ રાવ
આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, ‘‘લગ્ન પહેલાં બંને દોઢ વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં.’’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page