Only Gujarat

Bollywood

તો શું આ એક્ટ્રેસ માત્ર સેક્સ માટે જ હતી? એકવાર જરૂર વાંચો

મુંબઈઃ 1970ના દાયકામાં આમ તો એકથી ચડિયાતી એક હિરોઈનો ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી હતી, પરંતુ એ વખતે એક અભિનેત્રી એવી હતી, જેણે પોતાની પહેલી ફિલ્મથી જ તમામના છક્કા છોડાવી દીધા. આ અભિનેત્રીનું નામ છે રેહાના સુલ્તાન. વર્ષ 1970માં આવેલી ફિલ્મ ‘ચેતના’માં તેણે નાની ઉંમરની સેક્સ વર્કરની ભૂમિકા ભજવીને સનસનાટી મચાવી દીધી હતી. તેના નિર્દેશક રામ બાબુ ઈશારા હતા. રેહાનાનો જન્મ 1950માં અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજમાં થયો હતો. ફિલ્મોમાં અનેક બોલ્ડ સીન આપીને ફેમસ થયેલી રેહાના હાલ ગુમનામીમાં જિંદગી જીવે છે.

રેહાના પુણેના FTIIથી એક્ટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના પિતા અલ્હાબાદમાં ઈલેક્ટ્રોનિક્સનો સામાન વેચવાનું કામ કરતા હતા. ‘ચેતના’ બાદ તેઓ ‘દસ્તક’માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મના પોસ્ટરમાં જ તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો. જે બાદ તેની ઈમેજ બોલ્ડ એક્ટ્રેસની બની ગઈ. તેને ‘દસ્તક’ માટે સર્વેશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.

રેહાના પાસે આ પ્રકારની બોલ્ડ ભૂમિકાઓની જ ઑફર આવવા લાગી. ફિલ્મોમાં પોતાની છબિને લઈને રેહાનાએ બીબીસીને કહ્યું હતું કે, તે વખતે હું માત્ર એક ટાઈપ્ડ એક્ટર બનીને રહી ગઈ હતી. દર્શકોને લાગતુ હતું કે હું સેક્સ્યુઆલિટીનું બીજું નામ છું. એટલે સુધી કે મને માત્ર બાથટબ કે વરસાદમાં ભીંજવાના જ સીન આપતા હતા. જેનાથી મને ચીડ થવા લાગી હતી.

રેહાના સુલ્તાન મોટાભાગની સ્ક્રિપ્ટ અશ્લીલ હોવાના કારણે તેમાં કામ કરવાનો ઈન્કાર કરી દેતી હતી. રેહાનાએ 1984માં નિર્દેશક ઈશારા સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તે ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. રેહાનાના પતિ બીઆર ઈશારા 2012માં આ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતિમ દિવસોમાં તેમણે ફિલ્મો બનાવવાનું છોડી દીધું હતુ.

રેહાના જેવી વ્યકિત ફિલ્મી દુનિયાથી ખૂબ જ દૂર છે. તે બોલીવુડમાં સનસનીની જેમ આવી અને પોતાની જ છબીમાં કેદ થઈને રહી ગઈ. અહેવાલો તો એવા પણ છે કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. તેની હાલત એટલી ખરાબ છે કે સિને એન્ડ ટેલીવિઝન આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA) તેમને દર મહિને પૈસાની મદદ કરે છે.

You cannot copy content of this page