Only Gujarat

FEATURED National

એક સેકન્ડ માટે ધબકારા થઈ જશે બંધ જ્યારે જોશો ચાલતી કારમાંથી બાળક પડ્યું અને પછી…

થિરુવંતમપુરમઃ ટ્વિટર પર હાલમાં એક કંપારી છૂટી જાય તેવી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોતા જ તમે સમજી જશઓ કે બાળક સાથે કારમાં મુસાફરી કરતા સમયે ચાઈલ્ડ લોક કેટલું જરૂરી છે. એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બાળક ચાલતી કારમાંથી રસ્તા પર પડી જાય છે અને સામેથી અચાનક જ બસ આવે છે પરંતુ બાળક બચી જાય છે.

સૌ પહેલાં યુ ટ્યૂબ પર શૅર થયો વીડિયો : 26 ડિસેમ્બરે આ વીડિયોને સૌ પહેલાં યુ ટ્યૂબ પર શૅર કરવામાં આવ્યો હતો. આ ઘટના કેરળમાં બની હતી અને સીસીટીવીમાં કેપ્ચર થઈ હતી. ટ્વિટર પર આ વીડિયો આઈપીએસ ઓફિસર પંકજ જૈને શૅર કર્યો હતો અને રોડ સેફ્ટી માટે મેસેજ આપ્યો હતો.

બાળક દરવાજો ખોલી નાખે છે : 31 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે કાર ટર્ન લે છે અને અચાનક બાળક દરવાજો ખોલી નાખે છે અને નીચે પડી જાય છે. આ જ સમયે પાછળથી કાર અને આગળથી બસ આવે છે. જોકે, બાળક રસ્તાની વચ્ચે હોય છે તેથી બંને સ્પીડ ધીમી કરી નાખે છે. જો આ બંનેને બાળક ના દેખાયું હોત તો મોટી દુર્ઘટના ઘટત તે નક્કી હતું.

આઈપીએસે શું કહ્યું? : પંકજ જૈને વીડિયો શૅર કરીને કહ્યું હતું, ચાઈલ્ડ લોક તથા ચાઈલ્ડ સીટ બાળકોની સાથે મુસાફરી કરતાં સમયે જરૂરી છે. કારના તમામ દરવાજા બંધ હોય તે જરૂરી છે અને ચાઈલ્ડ લોક લગાવીને રાખો. બાળકને સારી રીતે બેસાડો. દરેક બાળક આ બાળકની જેમ નસીબદાર હોતું નથી. નવ જાન્યુઆરીએ આ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page