Only Gujarat

Bollywood FEATURED

આ હોટ એક્ટ્રેસને નીતા અંબાણી પાસેથી જોઈએ છે આ વસ્તુ, જાહેરમાં જ કરી માગણી

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ ભારતના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે પોતાની બેગ બદલવા ઈચ્છે. જેકલીને આ વાત હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. જેકલીને ઈન્ટરવ્યૂમાં ફૂડ, ફિટનેસ તથા બોલિવૂડ પ્રત્યેનાલગાવની વાત કરી હતી. જેકલીને કહ્યું હતું કે તેને પિત્ઝા ઘણાં જ પસંદ છે.

બિઝી શૂટિંગ શિડ્યૂઅલ હોવા છતાંય તે પિત્ઝા ખાઈ જ લે છે પરંતુ વર્કઆઉટ માટે પણ પૂરતો સમય આપે છે. એક સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે નીતા અંબાણીની સાથે પોતાની બેગ બદલવા ઈચ્છે છે.

આ સાથે જ જેકલીને એ વાત સ્વીકારી હતી કે આજે સો. મીડિયા જરૂરિયાત બની ગઈ છે અને અહીંયા સતત અપડેટ રહેવું પડે છે. ચાહકો સાથે સીધી વાત કરવાથી ફાયદો થાય છે અને તે બોલિવૂડમાં જ કામ કરવા ઈચ્છે છે. તેનું આ સપનું હતું.

નવા વર્ષને લઈને કહ્યું હતું કે તેના માટે 2020નું વર્ષ શાનદાર રહેશે. વર્ષની શરૂઆતમાં જ જેકલીનની ફિલ્મ ‘અટેક’ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ છે અને ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page