Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ મોત કેસમાં એક નવો જ ધડાકો, આત્મહત્યા ના કરી હોવાનો આડકતરો સંકેત?

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI સતત ફલેટમેટ સિદ્ધાર્થ પિઠાની, કુક નિરજ અને દીપેશ સાવંત સાથે પુછપરછ કરી રહી છે. આ દરેક લોકો મોતનાં સમયે ફ્લેટમાં હાજર હતા. ખાનગી મીડિયાએ 9 જૂન અને 14 જૂનનાં બે વ્હોટ્સએપ ચેટ એક્સેસ કર્યા છે. આ ચેટએ 14 જૂનની ઘટના પર ઘણા બધા સવાલો ઉભા કર્યા છે. આ ચેટે સુશાંતની આત્મહત્યાની થિયરીને નકારી કાઢી છે.

દીપેશ સાવંતે ફ્લિપકાર્ટ ડીલને લઈને કર્યો મેસેજ
14 જૂને દીપેશ સાવંતે 10.51 વાગ્યે સુશાંતનાં દોસ્તને એક મેસેજ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, હાય સર, સુશાંતે મને તમારો સંપર્ક કરવા માટે કહ્યું છે. આ જ છે તે ચેટ, જેણે CBIને ચોંકાવી દીધા છે. આ ચેટની ટાઈમિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

કુક નીરજ અને દીપેશમાંથી કોઈ એકનું નિવેદન ખોટું
આ ચેટ કુક નીરજનાં નિવેદનને પ્રભાવિત કરે છે. નીરજે દાવો કર્યો છેકે, સવારે 10.30 વાગ્યે દીપેશ સુશાંતનં બંધ દરવાજા પાસે ઉભો હતો.

સુશાંતની મોત બાદ આવ્યો જવાબ
સુશાંતનાં દોસ્તે 2.48 વાગ્યે ફરીથી પુછ્યું, ભાઈ સેફ છે ને…પ્લીઝ યસ કે નો માં રિપ્લાય. દોસ્તે 3.34 વાગ્યે દીપેશને ફરીથી મેસેજ કર્યો અને કહ્યું, ભાઈ અમે બહાર છીએ, મને કહો કે, તમારે કોઈ મદદની જરૂર છે.

9 જૂને સુશાંત સાથે થઈ હતી વાતચીત
તે શખ્સે 9 જૂને સુશાંત સાથે વ્હોટસએપ પર વાતચીત કરી હતી, જેમાં તેણે સુશાંતને લખ્યુ હતુકે, ભાઈ ફ્લિપકાર્ટ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તેમને કોનો નંબર આપુ. સુશાંત તરફથી રિપ્લાય ગયો, દીપેશ મારી સાથે છે.

હવે આ ચેટનાં આધારે સીબીઆઈ દીપેશ સાંવત સાથે પુછતાછ કરી રહી છે અને તે જાણવાનાં પ્રયાસો કરી રહી છે કે, આ શખ્સ કોણ છે અને સુશાંતની મોત બાદ આ શખ્સે જે સુશાંતને મેસેજ કર્યા છે તેનો મતલબ શું છે?

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page