Only Gujarat

Gujarat TOP STORIES

મહેસાણામાં વિરોધીઓએ અપશબ્દો બોલી જાણીતી સિંગર કાજલ મહેરિયાને મારી દીધો તમાચો

મહેસાણા: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાને ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓએ અપશબ્દો બોલીને લાફો ઝિંકી દીધો હતો. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં. આ ઘટના મહેસાણાના મોઢેરામાં સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે કાજલ મહેરિયાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોડી રાતે મહેસાણાના મોઢેરામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબાખાનના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન અચાનક ઓર્ગેનાઈઝરના વિરોધીઓ તેના ઘરે દોડી આવ્યા હતાં અને કાજલ મહેરિયાને અપશબ્દો બોલ્યા હતાં અને તેને લાફો મારી દીધો હતો. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોનાં ટોળાં વળ્યાં હતાં.

કાજલ મહેરિયા પર હુમલો થવાની ઘટના હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કાજલ મહેરિયા અને તેનો સાથી બાબાખાન અપશબ્દ અને બબાલ કરતાં વીડિયોમાં જોવા મળ્યા હતાં. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સમગ્ર ઘટના અંગે કાજલ મહેરિયાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાજલે હાલ બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કાજલ મહેરિયાએ પોતાના પર હુમલો થયો હોવાનો મીડિયા અને પોલીસને માહિતી આપી હતી.

જોકે સમગ્ર મામલે ખુદ કાજલ મહેરિયાનો ગાળાગાળી અને ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. બાબાખાનો સાથે લઈ કાજલ મહેરિયા અપશબ્દો બોલદી વીડિયોમાં જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા નવા સોંગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દે છે. કાજલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page