Only Gujarat

International

સર્જરી દરમિયાન શખ્સના મગજમાં આ વસ્તુ જોઈને ડૉક્ટરોની આંખો પણ રહી ગઈ ફાટી

જિદંગીમાં કયારેક એવું પણ બને છે કે, બાળપણમાં કરેલી નાની ભૂલનું પરિણામ યુવાનીમાં ભોગવવું પડે છે. ચીનમાં એક આવી જ ઘટના સામે આવી છે. અહીં રહેતા 23 વર્ષના યુવકના મગજમાંથી ડોક્ટરે ખૂબ જ ખતરનાક વસ્તુ કાઢી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ વસ્તુ તેમના શરીરમાં 17 વર્ષથી હતી. આ વસ્તુના કારણે જ તેમની 6 વર્ષની નાની ઉંમરથી જ નર્વસનેસ સિસ્ટમ ડાઉન રહ્યાં કરતી. જો કે તેમણે ખાસ તેના પર ધ્યાન ન આપ્યું.

રિપોર્ટસ મુજબ ચીનમાં રહેતા એક યુવકના મગજમાં 17 વર્ષથી એક ઇયળ રહેતી હતી. આ ઇયળ તે 6 વર્ષનો હતો ત્યારથી જ તેમના મગજની અંદર રહેતી હતી. 23 વર્ષિય આ શખ્સે જણાવ્યું કે. તેમને 6 વર્ષની ઉંમરથી જ હાથ- પગ સૂન થઇ જતાં હોય તેવું મહેસૂસ થતું હતું.17 વર્ષ બાદ તેમનું આખું બોડી પેરેલાઇઝ્ડ થવા લાગ્યું ત્યારે બાદ તેમણે હોસ્પિટલમાં એડમિટ થવાનો નિર્ણય લીધો.

ડોક્ટરે જણાવ્યું કે, આ શખ્સના શરીરમાં પ્રવેશેલી ઇયર દેડકો કે, સાંપ ખાવાના કારણે અંદર જઇ શકે છે. તેમણે દેડકાનું કે સાંપનું મીટ અધકચરૂ પાકેલી ખાધું હશે. ત્યારબાદ યુવકે જણાવ્યું કે, તેમણે બાળપણમાં કાચું માંસ ખાધું હતું. એકસ રે લીધા બાદ યુવકના મગજમાં સ્પષ્ટ લાંબી ઇયળ દેખાતી હતી. જે પાંચ ઇંચની લાંબી હતી. જે તેમના મગજની અંદર છેલ્લા 17 વર્ષથી રહેતી હતી. ડોક્ટરે તેમનું નામ ચેન જણાવ્યું છે.

યુવકને ચીનની જિઆંગસુ વિસ્તારની ઓફ વુચૈંગ યૂનિવર્સિટીમાં એડમિટ કરવામાં આવ્યો હતો. તેમને માથામાં દુખાવો અને શરદીની ફરિયાદ પણ હતી. 2015માં તેમના શરીરનો ઉપરનો ભાગ પેરેલાઇઝડ થઇ ગયો હતો.

જો કે 25 ઓગસ્ટે સર્જરી બાદ ડોક્ટરે તેમની બોડીમાંથી 12 સેન્ટીમીટરની ઇયળ બહાર કાઢ્યો હતી. ચીની મીડિયા જણાવ્યું કે, છેલ્લા 17 વર્ષથી આ ઇયળ તેમના મગજમાં રહેતી હતી. સર્જરી કર્યાં બાદ તેમને મોટી રાહત મળી.

You cannot copy content of this page