‘રિલ્સ રાણી’ વડોદરા તાલુકા પંચાયતના બન્યા પ્રમુખ, સુંદરતામાં ભલભલી અભિનેત્રીઓને આપે છે ટક્કર

Social Media Queen Ankita Parmar: ભાજપ મોવડી મંડળ દ્વારા તાજેતરમાં જ તાલુકા-જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાંથી અંકિતા પરમારનું નામ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. અંકિતા પરમાર વડોદરા તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ બન્યા છે. તેમના નામની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા સહિત સમાચાર માધ્યમોમાં તેમના નામની ચર્ચા થવા લાગી.

રીલ સ્ટાર અંકિતા પરમાર ખરેખર રિયલ લાઈફમાં સ્ટાર થઈ ગયા છે. અઢી વર્ષ પૂર્વે જ ભાજપમાં જોડાયેલાં અને વડોદરા નજીક આવેલા પોર ગામ બેઠક ઉપરથી પ્રથમ વખતે જ 2025 મતોએ સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. રીલ સ્ટાર તરીકે જાણીતાં અંકિતા પરમારે રાયપુર કલીંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ વિવિધ પ્રકારનાં રીલ્સ બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે છે.

ચર્ચાનું કારણ તેમનો હોદ્દો નહીં પરંતુ તેમની લોકપ્રિયતા અને સુંદરતા છે. રીલ સ્ટાર તરીકે જાણીતા અંકિતા પરમાર ઈન્સ્ટાગ્રામ પર સાત લાખ અને 17 હજાર જેટલા ફોલોઅર ધરાવે છે. જે ભાજપના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના ભાજપના પ્રથમ હરોળના હોદ્દેદારો કરતાં વધુ હોવાનું કહેવાય છે.

અંકિતા પરમાર અવારનવાર બોલિવૂડની હિરોઇન જેવી અદાઓવાળી તસવીરો મૂકીને પોતાના ચાહકોનાં દિલ જીતી રહ્યાં છે. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર હિંદી-ગુજરાતી ગીતો ગાતા રીલ બનાવીને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકેલાં છે. અને પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સનાં દિલ જીત્યાં છે.

વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અવારનવાર બોલિવૂડની હિરોઇન જેવી અદાઓવાળી તસવીરો અને વીડિયો મૂકીને તેમના ચાહકોનાં દિલ જીતી રહ્યાં છે. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર હિંદી-ગુજરાતી ગીતો ગાતા રીલ બનાવીને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકેલાં છે. અંકિતા પરમારના પતિ કોલેજમાં ફરજ બજાવે છે અને તેમના સસરાએ સતત 25 વર્ષ સુધી પોર પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી છે. આજે અંકિતા તેમના માર્ગદર્શન પ્રમાણે આગળ વધી રહ્યા છે.

રીલ સ્ટાર તરીકે જાણીતા નવનિયુક્ત પ્રમુખ અંકિતા પરમારના ઇન્સ્ટાગ્રામ ઉપર 7.14 લાખ જેટલા ફોલોઅર્સ છે. જે ભાજપના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના ભાજપના પ્રથમ હરોળના હોદ્દેદારો કરતાં વધુ હોવાનું કહેવાય છે.