Only Gujarat

FEATURED National

બદમાશોને યુવતીનો મોબાઈ ઝૂંટવવો પડ્યો ભારે, કંઈક આ રીતે મળી સજા

પંજાબનાં જલંધરમાં એક 15 વર્ષની છોકરી રિયલ સિંઘમ બનીને સામે આવી છે. 8માં ધોરણમાં ભણતી આ છોકરીએ બે હટ્ટા-કટ્ટા બદમાશોનાં છક્કા છોડાવ દીધા હતા. મામલો શુક્રવારનો છે. જ્યારે બાઈક સવાર બદમાશો આ છોકરીનો મોબાઈલ છીનવીને ભાગ્યા હતા. બદમાશોને આશા ન હતીકે છોકરી તેમની ઉપર ભારે પડશે. છોકરી બદમોશોની પાછળ પડી ગઈ આ દરમ્યાન બાઈક પર સવાર બદમાશ બોલતો રહ્યો હતો કે, ધારદાર હથિયારથી છોકરીનાં માથમાં મારી દે. થોડી દૂર સુધી ભાગ્યા બાદ જેવો દોડી રહેલો બદમાશ બાઈક ઉપર બેસવા ગયો કે, છોકરીએ તેને પટકી દીધો હતો.

આ બધા વચ્ચે બદમાશે છોકરીનાં હાથમાં ધારદાર વસ્તુ મારી દીધી હતી. તેને કારણે તેની હાથનું કાંડુ અડધાથી વધારે કપાઈ ગયું હતું. તેમ છતાં છોકરીએ બદમાશોને જવા ન દીધા. આ બધાં વચ્ચે તેનો અવાજ સાંભળીને મહોલ્લાવાળા લોકો પહોંચી ગયા અને બદમાશોને પકડી લીધા હતા.

15 વર્ષની કુસુમ ટ્યુશનમાંથી ભણીને ઘરે જઈ રહી હતી. જ્યારે તેણે પિતાને ફોન કરવા માટે ફોન બહાર કાઢ્યો, ત્યારે બદાશો તેને છીનવીને દોડવા લાગ્યા હતા.

મોબાઈલ છીનવીને ભાગી રહેલાં લુંટેરો જયારે બાઈક ઉપર બેસવા ગયો તો છોકરી એતેને ત્રણવાર નીચે ખેંચ્યો તે દરમ્યાન તેણે છોકરી ઉપર હુમલો કર્યો હતો. તેમન છતાં છોકરીએ તેને બાઈક ઉપર બેસવા દીધો ન હતો.

છોકરીનો અવાજ સાંભળીને ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ પહોંચ્યા હતા. અને બદમાશોને પકડી લીઘધા હતા. તે પહેલાં બદમાશોએ તેમની ઉપર હુમલો કર્યો હતો.

છોકરી ગરીબ પરિવારમાંથી આવે છે. જેથી જોશી હોસ્પિટલે તેની ફ્રીમાં સારવાર કરી આપી હતી. ડોક્ટર મુજબ, છોકરીનો હાથ પુરી રીતે લટકી ગયો હતો. ઓપરેશન કરીને હાથોની નસોને જોડાવામાં આવી છે. લગભગ 4 સપ્તાહ સુધી પ્લાસ્ટર રહેશે.

થાના-2નાં એસએચઓ જતિંદર કુમારે કહ્યું કે, છોકરીએ બહાદુરીથી અવિનાશ આશૂ નામના બદમાશને પકડી લીધો હતો.

કુસુમે કહ્યુકે, મે વિચારી લીધુ હતુ, કંઈ પણ થઈ જાય પણ હું બદમાશોને મારો મોબઈલ લઈને ભાગવા દઈશ નહી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page