Only Gujarat

National

હોસ્પિટલના સ્ટાફની આ એક ભૂલના કારણે માસૂમ બાળકનો હાથ પડી ગયો કાળો

દર્દી માટે ડોક્ટર ભગવાનનું બીજુ સ્વરૂપ છે એટલે જ તો દર્દી પુરા વિશ્વાસથી તેમની જાતને ડોક્ટરને સોંપી દે છે. જો કે કેટલીક વખત આપણી આરોગ્ય સેવા પર કરેલો વિશ્વાસ ભારે પડે છે. જેના કારણે જિંદગીભર પસ્તાવાનો પણ વારો આવે છે. મધ્યપ્રદેશના વિદિશાના નાનકડા ગામમાં રહેતા દંપતિ મિથલેશ અને મનોજ સેન સાથે પણ કંઇક આવું જ થયું. મનોજ સેનની પત્નીએ 24 ઓગસ્ટે બાળકને જન્મ આપ્યો ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે ફુલ જેવા માસૂમ બાળકના શરીર પર દાગ લાગી ગયો. શું છે સમગ્ર ઘટના જાણીએ….

જન્મ બાદ એક નવજાત બાળકને ઇન્જેકશન લગાવવામાં આવ્યું. જો કે ઇન્જેકશન લગાવ્યાં બાદ બાળકને તાવ આવી ગયો. આટલું જ નહીં થોડા દિવસ બાદ તેમનો હાથ પણ કાળો પડી ગયો. ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, બાળકને એક્સપાયરી ડેટનું ઇન્જેકશન લગાવવામાં આવ્યું હતું. ઘટના મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાની છે.

મધ્યપ્રદેશના વિદિશાની જિલ્લા હોસ્પિટલમાં 24 ઓગસ્ટે એક બાળકનો જન્મ થયો. જન્મ બાદ બાળકના ઇલાજ દરમિયાન તેમને હાથમાં કોઇ ઇન્જેકશન આપવામાં આવ્યું હતું. જો કે ઇન્જેકશન લગાવ્યાં બાદ તેનો હાથ કાળો પડી ગયો. ત્યારબાદ બાળકને તાબડતોબ એનઆર્ઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યો.

આ ઘટના મધ્યપ્રદેશના ગ્યારસપુરના લોહરૉ ગામના મનોજ સેના નવજાત શિશું સાથે ઘટી. મનોજ સેને જણાવ્યું કે, 24 ઓગસ્ટે મારી પત્ની મિથલેશે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ તરત જ તેમને એક ઇન્જેકશન આપવામાં આવ્યું. જેના કારણે તેમને તાવ આવી ગયો..ત્યાર બાદ બાળકને એનઆઇસીયૂ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો.

આ બધી જ ઘટનાથી પરિવારના લોકો ચિંતિત થઇ ગચા અને વારંવાર બાળકની તબિયત વિશે પૂછી રહ્યાં હતા. જો કે પરિજનોનો આરોપ છે કે વારંવાર પૂછવા છતાં પણ હોસ્પિટલના સ્ટાફે બાળકને મળવા ન દીધા. 5થી7 દિવસ વીતિ ગયા બાદ જ્યારે પરિવારે બાળકને મળવા માટે રજૂઆત કરી અને દબાણ કર્યું તો એ સમયે જવાબ મળ્યો કે બાળકને ભોપાલની કમલા નેહરૂ હોસ્પિટલમાં રીફર કરી દેવાયો છે.

આ સમાચાર મળતાં જ ચિંતિત પરિવારના લોકો તાબડતોબ ભોપાલની હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચતા પરિવારને જાણ થઇ કે બાળક આઇસીયૂમાં સારવાર હેઠળ છે. આ સમયે પરિવારે જોયું કે બાળકનો જમણો હાથ એકદમ કાળો પડી ગયો છે. હવે આ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે, તેમને હાથમાં ગંભીર સંક્રમણ થયું છે. જેથી તેના હાથને ઓપરેશન કરી કાપવામાં આવશે. ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે બાળકને એક્સપાયરી ડેટનું ઇન્જેકશન આપી દેવાયું હતું જેના કારણે ઝેર ફેલાઇ જવાથી હાથ કાળો પડી ગયો. જો કે આ કેસમાં ડોક્ટર સત્તાવાર રીતે કંઇ પણ કહેવા માટે તૈયાર નથી.

You cannot copy content of this page