Only Gujarat

FEATURED National

ખૂબસૂરતીમાં અભિનેત્રીઓ પણ પાછળ છોડી દે તેવી છે આ MBBS સરપંચ

રાજસ્થાન પંયાયત ચૂંટણી 2020નું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, ચૂંટણી પંચના પ્રમાણે પંચાયતની ચૂંટણી ચાર ચરણોમાં થશે. પહેલા ચરણમાં 100 પંચાયતોની ચૂંટણી 28 સપ્ટેમ્બરે થશે. આ ચૂંટણીમાં અનેક મહિલા ઉમેદવારો પણ લડી રહી છે. આ વચ્ચે અમે તમને જણાવવા જઈ રહ્યા છે ભરતપુર જિલ્લાની યુવા સરપંચ વિશે જેણે બે વર્ષ પહેલા MBBS ડૉક્ટર હોવાની સાથે સાથે ચૂંટણી લડી અને સરપંચ બનીને મિસાલ કાયમ કરી. તે પોતાની આવડત માટે જેટલી જાણીતી છે, એટલી જ ખૂબસૂરતી માટે છે. જેને પહેલીવાર જુઓ તો લાગે કે તો કોઈ મોડેલ કે એક્ટ્રેસ છે.

જણાવી દઈએ કે આ યુવા મહિલા સરપંચનું નામ શાહનાઝ ખાન છે. જે બે વર્ષ પહેલા 24 વર્ષની ઉંમરમાં ભરતપુર જિલ્લાના ગરહાજન ગામની કમાં પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈ. પહેલી વાર ગામને MBBS અને યુવાન સરપંચ મળી. મહિલા સરપંચનો આખો પરિવાર રાજનીતિમાં છે અને તે પોતાના દાદાની સીટ પર સરપંચ બની છે. તેણે વર્ષ 2018માં સરપંચની ચૂંટણી 195 મતોથી જીતી હતી.

સરપંચ બન્યા બાદ તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તે ખૂબ જ નસીબ વાળી છે કે તેને પોતાના ગામના લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો, તેની પહેલી પ્રાથમિકતા છે ત્યાંની છોકરીઓને ભણાવવી અને સ્વચ્છતા.

શાહનાઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાનો મત રાખે છે. તે ઘણીવાર કહે છે કે આજે પણ લોકો દીકરીઓને ભણાવતા નથી. એટલે જ હું તેના માટે કામ કરવા માંગું છું. જણાવી દઈએ કે મહિલા સરપંચ શાહનાઝ ખાન ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં પોતાની ઈન્ટર્નશિપ પણ પુરી કરી ચુકી છે. તે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરવા માંગે છે.

શાહનાઝે પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ ગુરુગ્રામના શ્રી રામ સ્કૂલમાં કર્યો અને 12માં ધોરણ સુધીનો અભ્યાસ મારૂતિ કુંજથી કર્યો. તેણે બાદમાં શાહનાઝે યૂપીના મુરાદાબાદથી MBBS કર્યું.

શાહનાઝનો આખો પરિવાર પહેલાથી જ રાજનીતિમાં છે. પિતા જલીસ ખાન ગામના પ્રધાન, માતા જાહિદા ખાન ધારાસભ્ય, સંસદીય સચિવ પણ રહી ચુકી છે. જ્યારે તેના દાદા હનીફ ખાન 55 વર્ષ સુધી સરપંચ હતા. ત્યાંથી જ પોતાની પહેલી ચૂંટણી જીતી છે.

શાહનાઝને સરપંચ બનવા માટે આખા ગામના આશીર્વાદ મળ્યા. મોટાભાગના લોકોનો સપોર્ટ પણ મળ્યો. તે જ્યારે લોકોને ઘરે મળવા કે આશીર્વાદ લેવા જતી હતી, ત્યારે લોકો કહેતા કે બેટા તુ તો ડૉક્ટર થઈને ગામ-ગામ ભટકી રહી છે.

શાહનાઝના પરિવાર સિવાય પણ તેના મોટાભાગના સંબંધીઓનો ઈતિહાસ પણ રાજનીતિ સાથે જોડાયેલો છે. તેના નાના ચૌધરી તૈયબ હુસૈન પંજાબ, રાજસ્થાન, હરિયાણાના કેબિનેટ મંત્રી અને સાંસદ પણ રહ્યા છે.

જણાવી દઈએ કે શાહનાઝના દાદા પર નકલી સર્ટિફિકેટ આપવાનો આરોપ લાગ્યો હતો, જેના કારણે તેના દાદાની ચૂંટણી રદ કરવામાં આવી હતી. જે બાદ શાહનાઝે પોતે જ પરિવારની રાજનૈતિક વિરાસતને આગળ વધારવાનું નક્કી કરી લીધું અને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી.

શાહનાઝ જે જગ્યા મેવાતથી છે એ એવો વિસ્તાર છે જ્યા મુસ્લિમ દીકરીઓના અભ્યાસને મહત્વ નથી આપવામાં આવતું. પહેલા તેણે MBBSનો અભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો અને હવે સરપંચના પદ પર જીત મેળવીને તે મેવાત વિસ્તારની દીકરીઓ માટે ગૌરવ બની ગઈ છે.

શાહનાઝે જે રીતે બે વર્ષમાં ગામનો વિકાસ કર્યો છે તેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેણે ગામનું નસીબ બદલીને રાખ્યું. તે પોતાના વિસ્તારની છોકરીઓ માટે રોલ મોડેલ છે. જણાવી દઈએ કે શાહનાઝને ફોટો પડાવવા ખૂબ જ પસંદ છે. જેને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page