રસ્તાની વચ્ચે ચાલી રહેલી આ છોકરીઓનાં બે ગ્રુપોની લડાઈએ કોઈ ફિલ્મનો સીન નથી. પરંતુ એકબીજાને ઉતરતા દેખાડવાની દબંગાઈ છે. સોમવારે બપોરે શહેરના ડેક્કન વિસ્તારમાં આવેલા પુલ પાસે આ દ્રશ્ય જોવા મળ્યું હતું. બંને જૂથો આમને-સામને આવી જતા તેઓનું એકબીજા સાથે ઘર્ષણ થયું હતુ. છોકરીઓએ એકબીજાને તો મારી હતી. રસ્તે જતા લોકોની હિંમત થઈ ન હતી કે તેઓ તેમને એકબીજાથી અલગ કરી શકે.
આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવી પોલીસને મોકલી આપ્યો હતો. આ પછી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ યુવતીઓને ઠપકો આપ્યો હતો. બાદમાં તેને ત્યાંથી કાઢી મુકાઈ હતી.
એવું કહેવામાં આવે છે કે એક ગ્રુપ એસપી કોલેજનું હતું, જ્યારે બીજુ ગ્રુપ મરાઠાવાડ મિત્ર મંડળ કોલેજનુ હતુ.
લડત શેના વિષે હતી તે જાણી શકાયું નથી. કોઈએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી નથી
યુવતીઓને લડતા જોઈને ત્યાંથી પસાર થઈ રહેલાં લોકો ઉભા રહી ગયા હતા. જો કે, કોઈને લડાઈ બંધ કરાવવાની હિંમત થઈ નહીં.