Only Gujarat

FEATURED National

ચોંકાવનારો કિસ્સો: માતા-પુત્રીના હત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશના મેરઠ જનપદમાં પરતાપુરના ભુડબરાલમાં માતા-પુત્રીની હત્યાના ક્રાઇમ સીનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કેવી રીતે અને કેમ શમશાદનો પ્રિયા સાથે ઝઘડો થયો અને પછી વારદાતને અંજામ આપવામાં આવ્યો. શુક્રવાર 24 જુલાઇએ પોલીસે ઘટનાસ્થળે જઇ પૂરાવા એકત્રિત કર્યા હતા.

ઇન્સ્પેક્ટર પરતાપુર આનંદ પ્રકાશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે હત્યાના આરોપી શમશાદે પુછપરછમાં જણાવ્યું કે નામ તથા ધર્મ બદલી પ્રિયા સાથે પહેલા મિત્રતા કરી હતી. ત્યારબાદ લગ્ન પણ કર્યા. શમશાદ પહેલાથી જ પરીણિત હતો અને તેની પત્ની બિહારમાં રહેતી હતી. છ મહિના પહેલા શમશાદની પ્રથમ પત્ની જ્યારે ભૂડબરાલ આવી તો પરિવારમાં તકરાર શરૂ થઇ. મકાન અને અન્ય સંપત્તિ પર એક તરફ પહેલી પત્નીએ પોતાનો હક જતાવ્યો તો પ્રિયા સંપત્તિ પોતાના નામે કરવા માગતી હતી.

રજિસ્ટ્રીના ત્રણ લાખ રૂપિયાની લેવળદેવળને લઇને વિવાદ શરૂ થયો. જેના પર શમશાદે પ્રિયાની સાથે પહેલા દિવસે બરહેમીથી મારપીટ કરી. રાતે 10 વાગ્યે જ્યારે પ્રિયા રસોઇમાં શાકભાજી સૂધારી રહી હતી ત્યારે શમશાદ સાથે ફરી વિવાદ થયો. આ દરમિયાન ભૂલથી શમશાદને હાથમાં ચાકુ લાગી ગયું. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા શમશાદે દિવાલ સાથે અથડાવી પ્રિયાને ત્યાં સુધી દબાવી જ્યાં સુધી તેના શ્વાસ થંભી ન ગયા. મોત થયા બાદ પ્રિયા રસોડાની જમીન પર પડી ગઇ. પ્રિયાના શરીર પર અનેક જગ્યાએ ચાકુ પણ માર્યા. ત્યારબાદ શમશાદે રસોડામાંથી પોતાની પ્રથમ પત્ની સાથે મળી લોહીને સાફ કર્યું અને પ્રિયાની લાશને બાથરૂમમાં છૂપાવી દીધો.

ત્યારબાદ શમશાદ ડોક્ટર પાસે હાથમાં ટાંકા લગાવીને પરત આવી ગયો. પોતે પકડાઇ જશે એવા ડરને કારણે રૂમમાં સૂતેલી પ્રિયાની આઠ વર્ષની પુત્રીનું ગળું તકિયાથી દબાવી દીધું. ત્યારબાદ માતા-પુત્રીના મૃતદેહને બેડરૂમમાં ખાડો ખોડી દફનાવી દીધો. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ જણાવ્યું કે જમીનમાંથી જે કંકાલ મળ્યા તે ત્રણથી છ મહિના વચ્ચેના જૂના છે. સાચો સમય ફોરેન્સિક લેબથી સ્પષ્ટ થઇ જશે.

ત્યારબાદ મોડી રાતનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આરોપી શમશાદના નિવેદન બાદ માતા-પુત્રીનું કંકાલ પોલીસે ખાડો ખોદી બહાર કાઢ્યું છે. વીડિયો દેખાઇ રહ્યું છે કે કંકાલની કેવી હાલત છે.

લાશ દાટવા માટે ખોદવામાં આવેલા ખાડામાં શમશાદની સાથે કોણ કોણ હતા તે અંગે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. ત્રણ મહિના સુધી માતા-પુત્રીની પેરવી કરનારી મહિલા ચંચલને ગુમરાહ કરવાનું કામ ચોકી ઇન્ચાર્જ વીર સિંહે કર્યું હતું.

વીર સિંહ અને ચંચલનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં વીર સિંહ અશોભનીય વાતો કરી રહ્યાં છે. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો. ત્યારબાદ માતા-પુત્રીની હત્યાના મામલામાં બેદરકારી દાખવવા બદલ એસએસપીએ ચોકી ઇન્ચાર્જ વીર સિંહને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page