Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડ સ્ટાર જ નહીં પણ આ સેલેબ્સે પણ છુપાવી પોતાના મિસકેરેજની વાત

મિસકેરેજ થવું એક સામાન્ય વાત કહી શકાય નહીં, અને તે ખૂબ જ દુખદાયી હોય છે તે વાત પણ નકારી શકાય નહીં. એક મહિલાનું મિસકેરેજ થવાથી તેના દિલના ધબકારા અને હૉર્મોન્સ પર સામાન્ય અસરથી ટ્રૉમા જેવી સ્થિતી થઈ શકે છે. રિપોર્ટ મુજબ, 10-15 ટકા મહિલાનું મિસકેરેજ થાય છે. ઘણાં બોલિવૂડ સેલેબ્સનું પણ મિસકેરેજ થયાના સમાચાર સામે આવ્યા છે. આ વાતને ઘણાં ઓછા લોકો જાણે છે કે, ફેસબુક સંસ્થાપકની પત્ની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાનું પણ મિસકેરેજ થઈ ગયું છે. તો અમે તમને અન્ય સેલેબ્સ વિશે પણ જણાવીએ જેમણે મિસકેરેજ વિશે ખુલાસો કર્યો છે.

ફેસબુક સંસ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન હવે ત્રણ બાળકોના માતા પિતા છે. બંનેએ ખુલાસો કર્યો છે કે, તેમને મિસકેરેજનો ખૂબ જ દુખદાીયી અનુભવ થયો હતો. તેમણે જણાવ્યું કે, ‘પ્રિસિલાનું ત્રણવાર મિસકેરેજ થયું હતું. પ્રિસિલાની પ્રેગ્નન્સિથી બંનેને ખૂબ જ આશા હતી, પણ મિસકેરેજને લીધે બંનેએ ખૂબ જ દુખનો સામનો કર્યો હતો.’

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ પણ મિસકેરેજનું દુખ અનુભવ્યું હતું. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મિસકેરેજ થવાને લીધે તેમને શારિરીક અને માનસિક રીતે મુશ્કેલી થઈ હતી. તે ખુદને ફેલિયર સમજવા લાગ્યાં હતાં. તે ખરાબ રીતે ભાંગી પડ્યાં હતાં.’

દુનિયાની સૌથી પોપ્યુલર મ્યૂઝિશિયન અને સિંગર બિયોન્સી અત્યારે ત્રણ બાળકોની મા છે. તેમણે પણ મિસકેરેજનું દુખ સહન કરવું પડ્યું હતું. મિસકેરેજની અસર તેમની પર એટલી વધારે થઈ હતી કે, જીવન અને મૃત્યુ, સુખ અને દુખ વિશે વાંચવા લાગી હતી. પોતાનો ઉદ્દેશ જાણવા લાગી હતી. તે એક રીતે ટ્રૉમાં જતી રહી હતી.

અજય દેવગનની પત્ની અને એક્ટ્રસ કાજોલ દીકરી ન્યાસા અને દીકરા યુગની મા છે. હાલમાં જ તેમણે ખુલાસો કર્યો છે કે, વ્યસ્ત કરિયર દરમિયાન તેમનું ઘણીવાર મિસકેરેજ થયું. તેમણે જણાવ્યું કે, ‘કભી ખુશી કભી ગમ’ના શૂટિંગ દરમિયાન તે પ્રેગ્નન્ટ હતી. તે દિવસોમાં તેમણે સારી રીતે શૂટિંગ કર્યું. આ પછી તેમનું મિસકેરેજ થયું. એટલું જ નહીં આ પછી તેમનું બીજીવાર પણ મિસકેરેજ થયું અને તે ખરાબ રીતે ભાંગી પડી હતી.

આ ઉપરાંત આમિર ખાનની પત્ની કિરણ હંમેશા પોતાના દીકરા આઝાદના જન્મ પહેલાં આવીએફ વિશે અવગણી રહ્યાં છે. આમિરે એક ચૅટ શૉ દરમિયાન જણાવ્યું હતું કે, ‘પોતાના નહીં જન્મેલા બાળકને ગર્ભમાં ગુમાવી દીધું હતું.’ તેમણે કહ્યું કે, ‘કિરણ અને તેમના સારા પ્રયત્ન છતાં તેમનું મિસકેરેજ થયું હતું.’

બૉલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામના છે.અબરામ સેરોગેસી દ્વારા જન્મ્યો હતો. તેમના જન્મ પહેલાં ગૌરી ખાને પ્રેગ્નન્સિ દરમિયાન ખૂબ જ તકલીફ સહન કરી હતી. આર્યનના જન્મ પહેલાં ઘણીવાર તેમનું મિસકેરેજ થયું હતું.

You cannot copy content of this page