Only Gujarat

Bollywood FEATURED

જેઠાલાલને કારણે ચંપકચાચાને મળ્યો રોલ, ઓડિશન વગર જ ખુલી ગઈ કિસ્મત

કૉમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલ જોઈને ઘરમાં હાસ્યના ફુવારા છૂટ છે. ધારાવાહિકમાં બતાવવામાં આવતા તમામ કિરદારો પોતાની શાનદાર કૉમિક ટાઈમિંગના કારણે દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. ધારાવાહિકમાં ચંપકલાલ એટલે કે જેઠાલાલના બાપૂજીને ઘર ઘરમાં એ જ નામથી ઓળખવામાં આવે છે.

જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે, બાપૂજીનો કિરદાર નિભાવતા એક્ટર અમિત ભટ્ટ આ ધારાવાહિક સાથે શરૂઆતમાં જોડાયેલા કલાકારોમાંથી એક છે. એટલું જ નહીં, સીરિયલમાં એક બુઝુર્ગનો કિરદાર નિભાવનાર અમિત માત્ર 48 વર્ષના છે અને બાપૂજીનો રોલ તેમને માત્ર 36 વર્ષની ઉંમરમાં મળ્યો હતો.

ઑડિશન વગર જ મળી ગયો હતો રોલ
એક ઈન્ટરવ્યૂમાં અમિત ભટ્ટે જણાવ્યું હતું કે પ્રસિદ્ધ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપૂજીનો કિરદાર નિભાવવા માટે કોઈ જ ઑડિશન નહોતું આપ્યું. તેઓ જણાવે છે કે ચંપકલાલના કિરદાર માટે શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ તેમનું નામ સૂચવ્યું હતું. જે બાદ એક હોટેલમાં બંનેની મુલાકાત થઈ અને પછી ચંપકલાલની ભૂમિકા માટે અમિત ભટ્ટને સિલે્કટ કરી લેવામાં આવ્યા.

કરી ચુક્યા છે થિયેટર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત ભટ્ટ છેલ્લા 16 વર્ષથી થિયેટર કરી રહ્યા છે. પ્લે અને નાટકો સિવાય ગુજરાતી-હિંદી સીરિયલ્સમાં પણ કામ કરી ચુક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના રીલ લાઈફ દિકરા એટલે કે જેઠાલાલ સાથે તે આ ધારાવાહિક પહેલા અનેક નાટકોમાં કામ કરી ચુક્યા છે.

કરી ચુક્યા છે થિયેટર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત ભટ્ટ છેલ્લા 16 વર્ષથી થિયેટર કરી રહ્યા છે. પ્લે અને નાટકો સિવાય ગુજરાતી-હિંદી સીરિયલ્સમાં પણ કામ કરી ચુક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના રીલ લાઈફ દિકરા એટલે કે જેઠાલાલ સાથે તે આ ધારાવાહિક પહેલા અનેક નાટકોમાં કામ કરી ચુક્યા છે.

જોડિયા બાળકોના પિતા છે અમિત
મૂળ ઉત્તરાખંડના નિવાસી અમિત ભટ્ટના અસલ જિંદગીમાં લગ્ન થઈ ચુક્યા છે. તેમના પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર અમિત પોતાની પત્ની સાથેના ફોટોસ શેર કરતા રહે છે. જણાવી દઈએ કે અમિત જોડિયા બાળકોના પિતા છે. માત્ર એટલું જ નહીં, તેમના બંને બાળકો આ ધારાવાહિકમાં પણ નજર આવી ચુક્યા છે.

You cannot copy content of this page