Only Gujarat

FEATURED International

લૉકડાઉન ખુલ્યાં બાદ સેક્સ વર્ક્સને અંતે રાહત, હવે ફરી રેડ લાઈટ ચાલુ, પણ પાળવા પડશે આ આકરા નિયમો!

બેંગકોકઃ કોરોના વાયરસના કારણે લાગેલું લૉકડાઉન હવે દુનિયાભરમાં ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે. અથવા તો તેમાં ઢીલ આપવામાં આવી રહી છે. નેધરલેન્ડ્સ અને થાઈલેન્ડની સરકારે પોતાના વેશ્યાલયો અને રેડ લાઈટ એરિયાને ખોલવાની અનુમતિ કડક પ્રતિબંધ સાથે આપી છે. તમે રેડ લાઈટ એરિયામાં જઈ શકો છો. પરંતુ કિસ ન કરી શકો. ન તો જોરથી શ્વાસ લઈ શકો છો.

બેંગકોકના રેડ લાઈડ એરિયા 3 મહિના બંધ રહ્યા બાદ 1 જુલાઈથી ખુલી ગયા. થાઈલેન્ડના અનેક બાર, કારાઓકે વેન્યૂ, મસાજ પાર્લર પણ ખુલી ગયા છે. કારણ કે છેલ્લા 37 દિવસોથી આ દેશોમાં કોરોનાનો એક પણ લોકલ કેસ સામે નથી આવ્યો. હવે હજારો સેક્સ વર્કર્સ પોતાના કામ પર પાછી ફરી ચુકી છે.

સમાચાર એજન્સી રૉયટર્સના અનુસાર રેડ લાઈટ એરિયામાં જતા લોકોએ કેટલાક પ્રતિબંધો સાથે જવાનું રહેશે. તે પોતાના ચહેરા પરથી માસ્ક નહીં ઉતારે. પોતાને પહેલા વ્યવસ્થિત રીતે સેનિટાઈઝ કરશે. કિસ નહીં કરે અને જોરથી શ્વાસ નહીં લે.

રેડ લાઈટ એરિયામાં જતા પહેલા તમામ ગ્રાહકોનું તાપમાન ચેક કરવામાં આવશે. તેમનું આખું એડ્રેસ, નામ અને ફોન નંબર નોટ કરવામાં આવશે. એટલું જ નહીં ડાન્સ બાર જનારને સ્ટેજથી બે મીટરના અંતર પર બેસવું પડશે. અંદર હાજર લોકોથી પણ એક મીટરનું અંતર રાખવું પડશે.

નેધરેન્ડમાં પણ 1 જુલાઈથી રેડ લાઈટ એરિયા ખુલી ગયા છે. અહીં પણ એવા જ નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેવા થાઈલેન્ડમાં છે. બંને દેશોમાં આમ પણ સેક્સ વર્કર્સ પહેલા જ હાઈજીન અને સફાઈનું સતત ધ્યાન રાખતા આવ્યા છે. કોરોના બાદ તે વધી જશે.

એમ્સ્ટરડેમના પબ્લિક હેલ્શ એડવાઈઝર ડૉબી મેનસિંહ કહે છે કે રેડ લાઈટ એરિયામાં રહેતી સેક્સ વર્કર્સ માટે કોવિડ-19નો ખતરો વધારે છે. કારણ કે તેમનું કામ જ એવું છે. એટલે લોકોએ પોતાની જરૂરીયાતને કડક પ્રતિબંધોમાં બંધાઈને જ પૂરી કરવાની રહેશે. જેથી સૌ સુરક્ષિત રહેશે.

You cannot copy content of this page