Only Gujarat

Bollywood FEATURED

અક્ષય કુમારની એક્સ ગર્લફ્રેન્ડ પૂજા બત્રાના પતિની આવી છે બોડી, જોઈ ભલભલા લોકો ડરે છે

મુંબઈઃ અક્ષય કુમારની એક્સ ગર્લફ્રેન્ડ પૂજા બત્રાએ ગયાં વર્ષે 4 જુલાઈએ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતાં. બંનેના લગ્નને એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ અવસરે પૂજા અને નવાબે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. પૂજાએ લગ્નના ફોટો શેર કરતાં લખ્યું કે, ‘આખી જિંદગી તમને ખુશીની ક્ષણ આપી શકે છે… હેપ્પી ફર્સ્ટ એનિવર્સરી.’ ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2019માં પૂજા બત્રા અને નવાબ શાહે છુપી રીતે લગ્ન કરી લીધા હતાં. પૂજા અને નવાબના હનીમૂનના ફોટો સામે આવતાં બંનેના લગ્નનો ખુલાસો થયો હતો કે, પૂજા અને નવાબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાં અને હવે તેમણે લગ્ન કરી લીધા છે.

નવાબ શાહ અનેક મોટી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. નવાબ શાહ સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં વિલનના રોલમાં જોવાં મળ્યા હતાં. આ ઉપરાંત નવાબ શાહે ‘ડૉન 2’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને શાહરૂખ ખાનની ‘દિલવાલે’ ફિલ્મમાં પણ કામ કર્યું છે. નવાબ શાહ તેમની મસ્ક્યૂલર બોડી માટે જાણીતા છે. નવાબ શાહની બોડીને જોઈ એકવાર સલમાન ખાન પણ જોતાં રહી ગયા હતાં.

પૂજા બત્રા પહેલા નવાબ શાહ ટીવી એક્ટ્રસ કવિતા કૌશિક સાથે રિલેશનશિપમાં હતાં, પણ 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, કવિતાની ફેમિલી આ સંબંધ વિરુદ્ધ હતી અને તેમના પિતા નહોતા ઇચ્છતા કે તેમની દીકરી કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે. આ જ કારણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

કવિતા કૌશિક સાથે બ્રેકઅપ પછી નવાબ શાહ અને પૂજા બત્રા એકબીજાની નજીક આવ્યા હતાં. નવાબે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું અને પૂજા એકબીજાને પહેલેથી ઓળખીએ છીએ.’

નવાબે જણાવ્યા મુજબ, ‘પૂજા લોસ એન્જલસથી પાછી આવી અને બંનેની મુલાકાત ત્યારે એરપોર્ટ પર થઈ પછી બંનેની વાત આગળ વધી હતી. આ પછી નવાબે પૂજાને તેમના પરિવાર વચ્ચે પ્રપોઝ કર્યું હતું.’

પછી બંનેએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતાં. આ લગ્નમાં બેનેના ફેમિલી મેમ્બર્સ જ હાજર હતાં. પૂજાએ જણાવ્યું હતું કે, ‘4 જુલાઈએ દિલ્હીમાં આર્ય સમાજની પરંપરા મુજબ બંનેના લગ્ન થયા હતાં, આ પછી એક અઠવાડિયે તેમણે લગ્ન રજિસ્ટર કરાવ્યા હતાં.’

પૂજા બત્રાએ પહેલાં લગ્ન 2002માં વિદેશી ઓર્થોપેડિક અર્જુન સોનૂ અહલૂવાલિયા સાથે કર્યા હતાં. જોકે, લગ્નના 9 વર્ષ પછી 2011માં બંનેએ છૂટાછેડા લીધા હતાં.

પૂજા લગ્ન પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી, પણ છતાં તેના લગ્ન ટકી શક્યા નહોતાં.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પૂજા બત્રાના લગ્ન તૂટવાનું કારણ અક્ષય કુમારને માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, ફિલ્મમાં ડેબ્યુ કર્યા પહેલાં અક્ષય અને પૂજા મોડેલિંગના દિવસોમાં એકબીજાની ખૂબ જ નજીક હતાં, પણ અક્ષયને સ્ટારડમ મળતાં બંનેનો સંબંધ તૂટી ગયો હતો અને બંને એકબીજાથી દૂર થઈ ગયાં હતાં.

પૂજાના પહેલાં લગ્ન ટૂટવાનું એક કારણ એ પણ છે કે, પૂજા પર તેમના પતિ સોનુ મા બનવા માટે દબાણ કરતો હતો. જ્યારે પૂજા મા બનવા માટે તૈયાર નહોતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે પૂજાએ ક્યારેય ખુલીને વાત કરી નથી.

1993માં મિસ ઇન્ડિયા સેકન્ડ રનરઅપ રહી ચૂકેલી પૂજા બત્રાએ 1997માં બોલિવૂડ ફિલ્મ ‘વિરાસત’થી ડેબ્યુ કર્યું હતું.

આ પછી પૂજાએ ફિલ્મ ‘કહી પ્યાર ના હો જાયે’, ‘જોડી નંબર વન’ અને ‘નાયક’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

નવાબે ફિલ્મ ‘મુસાફિર’, ‘લક્ષ્ય’, ‘ડૉન 2’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘દિલવાલે’ જેવી ફિલ્મમાં મહત્તવનો રોલ પ્લે કર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page