Only Gujarat

Bollywood FEATURED

આ સ્ટાર્સ ટીવીમાં હતા ભાઈ-બહેન પણ Real lifeમાં કરે છે એકબીજાને પ્રેમ

મુંબઈ: ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. 3 ઑગસ્ટે આખા દેશમાં રક્ષાબંધન મનાવવામાં આવશે. જેના સેલિબ્રેશનની તૈયારીઓમાં અત્યારથી જ સૌ કોઈ લાગી ગયા છે. ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પ્રેમભર્યો હોય છે, જેમાં ઝઘડા અને પ્રેમ ખૂબ જ જોવા મળે છે. પ્યાર ક્યારે, કેમ અને કોની સાથે થઈ જાય તે વિશે કોઈ નથી જાણતું. એવામાં અમે ટીવીના એવા સ્ટાર્સ વિશે જણાવી દઈએ, જેમણે પહેલા સેટ પર ભાઈ-બહેનની ભૂમિકા નિભાવી અને આ દરમિયાન બંનેને એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો અને અસલ જિંદગીમાં કપલ બની ગયા.

રોહન મેહરા અને કાંચી સિંહઃ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ રોહન મહેરા અને કાંચી સિંહે ઑનસ્ક્રીન ભાઈ-બહેન નક્ષ(રોહન મહેરા) અને ગાયત્રી(કાંચી સિંહ)નો રોલ પ્લે કર્યો હતો. પોતાની રિયલ લાઈફ લવના કારણે બંને પરેશાનીઓમાં પણ ઘેરાઈ ચુક્યા છે, શો દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા, જે બાદ પ્રોડ્યૂસર્સે સાફ કહી દીધું કે તેમના સંબંધોની અસર સીરિયલ પર પડશે. પછી થોડા સમય બાદ કાંચીએ શો છોડી દીધો હતો.

અદિતી ભાટિયા અને અભિષેક વર્માઃ ‘યે હૈ મોહબ્બતે’ ફેમ દિવ્યાંકા ત્રિપાઠીની ઑનસ્ક્રીન દીકરીનો રોલ પ્લે કરનાર અદિતી ભાટિયા(રૂહી)ની પોતાના રીલ ભાઈ આદિ સાથે રિલેશનશિપની ચર્ચા હતી. સૂત્રોના મતે બંને ચોરીછૂપે એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંને એકબીજાની સાથે ફોટો પણ શેર કરતા હતા. જો કે, બંનેએ પોતાના સંબંધોને લઈને કોઈ કમેન્ટ નથી કરી.પરંતુ, કેટલાક સમય બાદ એમ કહેવાતું હતું કે બંને અલગ થઈ ગયા છે.

રિંકૂ અને કિરણઃ એકતા કપૂરના સુપરહિટ ટીવી શો ‘કહાની ઘર ઘર કી’માં રિંકૂ અને કિરણે ભાઈ-બહેનની ભૂમિકા નિભાવી હતી. સેટ પર જ બંને નજીક આવ્યા અને માર્ચ 2001માં લગ્ન કરી લીધા. જો કે બાદમાં બંનેએ અલગ થઈ ગયા હતા.

અમન અને વંદનાઃ અમન વર્મા અને વંદના લાલવાનીની મુલાકાત સીરિયલ ‘શપથ’ના સેટ પર થઈ હતી. આ શોમાં બંનેએ ભાઈ-બહેનની ભૂમિકા નિભાવી હતી. બંનેએ 2 વર્ષ ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. આ કપલ ‘બિગ બૉસ’માં પણ સાથે જોવા મળી ચુક્યું છે.

શોએબ ઈબ્રાહિમ- દીપિકા કક્કડ ઈબ્રાહિમઃ નાના પડદા પર માખીનો કિરદાર નિભાવીને લોકોનું દિલ જીતનારી દીપિકા અને શોએબની મુલાકાત ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી. જો કે, સીરિયલ ‘કોઈ લૌટ કે આયા’ હૈમાં બંને ભાઈ-બહેન પણ બન્યા હતા. દીપિકા ‘બિગ બૉસ’ની વિનર પણ રહી ચુકી છે.

You cannot copy content of this page