Only Gujarat

FEATURED National

બાળકને જન્મ આપી માતાએ લીધા અંતિમ શ્વાસ, અસ્થિઓ ભેગી કરી તો પરિવારે બોલાવી પોલીસ!

મોગાઃ પંજાબના મોગાના ગામ બુદ્ધ સિંહમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં મૃત્યુ પામનારી એક ગર્ભવતી મહિલાની અસ્થિઓ લેવા પરિવાર સ્મશાન ગયો તો તેમાંથી ઓપરેશન માટે વપરાતી કાતર અને અન્ય સામાન મળી આવતા પરિવારજનો ચોંક્યા હતા.

મોગાના ગામ બુદ્ધ સિંહની ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેને મોગાથી ફરીદકોટ રિફર કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું. અંતિમ સંસ્કાર બાદ પરિવારજનો અસ્થિઓ લેવા સ્મશાન ઘાટ પહોંચ્યા તો તેમાંથી ઓપરેશનમાં વપરાતી કાતર અને અન્ય સામાન મળી આવ્યો. જેને જોઈ પરિવારના તમામ લોકો ચોંક્યા હતા. આ મુદ્દે પરિવાર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.

આ મામલે પોલીસે જણાવ્યું કે, પરિવારજનોના મતે અસ્થિઓમાંથી કાતર મળી આવી હતી. જેને પોલીસે કબજામાં લઈ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગેની તપાસ બાદ કાર્યવાહી કરશે.

બીજી તરફ ગાયનેક ડૉક્ટર સિમરત કૌરે જણાવ્યું કે, ‘યુવતીને 6 નવેમ્બરના રોજ હોસ્પિટલ લાવવામાં આવી હતી અને રવિવાર, 8 નવેમ્બરના રોજ તેને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. જે પછી તેને ફરીદકોટ રિફર કરવામા આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. ત્યાના ડૉક્ટર્સ સાથે વાત થઈ તે અનુસાર ત્યાંના ડૉક્ટર્સે પણ યુવતીના પેટની તપાસ કરી હતી. વીડિયોમાં જે કાતર જોવા મળી તે સરકારી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા વપરાતી કાતર નથી, આ મુદ્દે તપાસ થવી જોઈએ.’

You cannot copy content of this page