Only Gujarat

Bollywood FEATURED

સાઉથનો આ સુપરસ્ટાર રહે છે વૈભવી બંગલામાં, ભવ્યતા એવી કે રાજા-મહારાજાનો મહેલ પણ લાગે ફિક્કો!

હૈદરાબાદઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યાં છે. તેમની ફેન ફોલોઈંગ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી જ વધારે છે.

આ સાથે મહેશ બાબુ લોકપ્રિયતાની સાથે ભવ્ય લાઈફ સ્ટાઈલની પણ મજા માણી રહ્યાં છે. તેમનું ઘર પણ ઘણું જ ભવ્ય છે. જેની તસવીરો તેમની પત્ની અને તેઓ પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આજે આ પેકેજમાં અમે તમારી સમક્ષ એક્ટરના લાઈફ ફેક્ટ્સની સાથે ઘરની ભવ્ય તસવીરો પણ રજૂ કરી રહ્યાં છીએ.

મહેશ બાબુએ હિન્દી ફિલ્મોની એક્ટ્રેસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. લગ્ન કર્યા બાદ નમ્રતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. જોકે તેણે આ નિર્ણય પરિવારની દેખરેખ માટે લીધો હતો.

નમ્રતા સમયાંતરે સોશિયલ મીડિયા પર ઘરમાં થતી એક્ટિવિટીઝની તસવીરો શેર કરે છે, જેમાં ઘરની ભવ્યતા જોઈ શકાય છે. ટોલીવૂડના સ્ટાર બાબુના ઘરમાં સ્વિમિંગ પૂલથી લઈ અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મહેશ અને નમ્રતાએ ઘરનું ઈન્ટિરિયર પણ સારી રીતે ડિઝાઈન અને મેન્ટેન કરાવ્યું હોવાનું જોઈ શકાય છે.

મહેશ અને નમ્રતાને 2 બાળકો દીકરો ગૌતમ અને દીકરી સિતારા છે. લૉકડાઉન સમયે પણ મહેશ અને નમ્રતાએ બાળકો સાથે સારો એવો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન બાળકોના બર્થડેની ઉજવણી પણ ઘરે જ સાદગીથી કરી હતી.

એક્ટરના ઘરની અંદર સ્વિમિંગ પૂલ છે અને તેઓ ઘણી તસવીરોમાં બાળકો સાથે તેમાં મસ્તી કરતા જોવા મળે છે. એક્ટરના ઘરમાં એક મંદિર પણ બનેલું છે. મંદિર માટે બનેલા એક વિશેષ રૂમમાં તેઓ તેહવારોની ઉજવણી કરે છે. આ મંદિરમાં બાળકો સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.

મહેશ બાબુના ઘરે એક વૈભવી જીમ પણ છે જ્યાં સમય મળતા જ તે વર્કઆઉટ કરવા પહોંચી જાય છે. નમ્રતા પણ ઘણીવાર અહીંથી વર્કઆઉટ કરતા સમયની તસવીરો શેર કરે છે. એક્ટરના ઘરમાં શાનદાર ગાર્ડન એરિયા પણ છે. જ્યાં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષો જોઈ શકાય છે. ગાર્ડન એરિયામાં સોફા પર લાગેલા છે. પરિવાર અહીં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

મહેશ બાબુ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ છે. તેઓ ઈન્ડસ્ટ્રીના હાઈલી પેઈડ એક્ટરમાંથી એક છે. તેમના ફેન્સને પણ એક્ટરનું ભવ્ય ઘર ઘણું ગમે છે. નમ્રતાની વાત કરીએ તો તેણે પણ હિન્દી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મ્સ કરી છે. 90ના દાયકામાં નમ્રતાની પણ સારી એવી ફેન ફોલોઈંગ હતી.

You cannot copy content of this page