Only Gujarat

FEATURED International

કોરોનાને લઈ આવ્યા એક સારા સમાચાર, માત્ર દોઢ રૂપિયાની દવાથી દર્દીઓ થઈ રહ્યાં છે સાજા

વુહાનઃ ડાયાબીટિશના દર્દી માટે ઉપયોગમાં આવતી સસ્તી દવા Metforminથી કોરોનાના દર્દીને ફાયદો થઇ શકે છે. ચીનના વુહાનના ડોક્ટર કેટલાક કેસ સ્ટડીના આધારે આ વાત જણાવી છે. તો બીજી તરફ અમેરિકાના મિન્નોસોટા યૂનિવર્સિટીના રિસર્ચર્સનું પણ માનવું છે કે, મેટફૉરમિન દવા કોરોનાના દર્દીના મોતના જોખમને ઓછું કરી શકે છે. મિન્નોસોટા યૂનિવર્સિટીએ દવા સાથે લગભગ 6 હજાર દર્દી પર સ્ટડી કર્યો હતો.

‘ધ સન’માં છપાયેલા રિપોર્ટ મુજબ બ્રિટનના પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ પહેલાથી આ દવાનો ઉપયોગ કરી રહી છે. ડાયાબિટીશની સાથે સાથે બ્રેસ્ટ કેન્સર અને હાર્ટની બીમારીમાં પણ આ દવા કારગર હોવાની વાત સામે આવી છે. આ સાથે સારી બાબત એ પણ છે કે, આ દવા સાવ સસ્તી પણ છે. ભારતમાં મેટર્ફોમીન 500 mgની એક ટેબલેટની કિંમત માત્ર 1.5 રૂપિયા છે ટાઇપ ટૂ ડાયાબિટીશના ઇલાજ માટે 1950ના દશકથી આ દવાનો ઉપયોગ થઇ રહ્યો છે.

વુહાનના ડોક્ટર્સે કરેલા સ્ટડીનું તારણ છે કે, ડાયાબિટીશથી પીડિત લોકો હોય અને તે કોરોનાથી સંક્રમિત થયા હોય હોય તેવા લોકોમાં જે લોકો મેટર્ફોમીન ટેબલેટ લઇ રહ્યાં હોય તેમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો. ડોક્ટરોએ કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા 104 દર્દીનો અભ્યાસ કર્યો હતો, જેમણે મેટર્ફૉમીન ટેબલેટ લીધી હતી. આ સાથે એવા ગંભીર 179 દર્દી પર પણ અભ્યાસ કરાયો, જેને આ દવા નથી લીધી. આ સ્ટડી દરમિયાન દર્દી એક જ ઉંમરના અને સમાન લિંગ હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

સ્ટડી દરમિયાન વુહાનના ડોક્ટર્સને જાણવા મળ્યું કે, મેટર્ફોમીન ટેબલેટ લેનાર માત્ર ત્રણ દર્દીના જ મોત થયા હતા. જ્યારે આટલા ગંભીર અને એ જ ઉંમરના જે આ ટેબલેટ નહોતા લેતા તેવા 22 દર્દીના મોત થઇ ગયા. કેટલાક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, મેદસ્વીતાના શિકાર હોય પણ તેમને ડાયાબીટીશ ના હોય તેવા લોકો માટે પણ વજન ઉતારવામાં આ દવા કારગર નિવડે છે. આ સાથે એક તારણ એવું પણ છે કે મેદસ્વી લોકોને કોરોનામાં વધુ તકલીફ થાય છે અને મોતનું જોખમ વધી જાય છે.

You cannot copy content of this page