Only Gujarat

FEATURED Sports

લાંબા સમય બાદ જન્મદિવસ પર જોવા મળ્યો ધોની, સુશાંત સિંહ રાજપૂતના નિધનનો લાગ્યો હતો ઘેરો શોક

રાંચીઃ ભારતના આઈકોનિક ક્રિકેટર્સમાંથી એક અને ટીમ ઈન્ડિયાન પૂર્વ કેપ્ટન, ધાકડ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનો 39મો જન્મદિવસ તાજેતરમાં મનાવ્યો. આ પ્રસંગ પર તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થયો. જો કે માહીના પ્રશંસકોને એ નથી ખબર કે તેમણે પોતાના જન્મદિવસ પર શું કર્યું. ચાલો કોઈ વાંધો નહીં. પ્રશંસકોને એ તો જણાવવાની જરૂર નથી કે ધોની લૉકડાઉન પહેલા જ રાંચી સ્થિત પોતાના ફાર્મહાઉસ પર આવી ગયા હતા.

ટ્વિટર પર MS Dhoni Fans Official નામના એક ફેન પેજ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જન્મદિવસ પર ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં બાઈક રાઈડિંગ કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફૉર્મલ સ્પોર્ટ્સ લૂકમાં નજર આવતા માહી યામાહા આરએક્સ 100 ચલાવતા જોવા મળી રહ્યા છે. તેના ફાર્મ હાઉસની બહાર પ્રશંસકોની ભીડ જામી હતી અને તેઓ બૂમો પાડી રહ્યાં હતાં કે…માહી સર…એક વાર આ બાજુ આવો… ધોની યામાહાથી ગેટની થોડી નજીક જાય છે પણ રોકાતા નથી. બસ એક ઝલક બતાવે છે અને પ્રશંસકોને હાથ હલાવતા ધીરે-ધીરે ફાર્મ હાઉસ તરફ નીકળી જાય છે. આ વચ્ચે તેમનો ગાર્ડ ગેટ તરફ આવે છે.

ધોની લૉકડાઉન બાદથી રાંચીમાં જ છે. સોશિયલ મીડિયા પર ધોનીના ઑફિશિયલ અકાઉન્ટ છે પરંતુ તેઓ વધુ એક્ટિવ નથી. હા, વચ્ચે વચ્ચે તેમની પત્ની સાક્ષી કેટલીક તસવીરો શેર કરી દે છે.

જન્મદિવસ પર સાક્ષીએ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં માહી પોતાના પાલુતો શ્વાનો સાથે નજર આવી રહ્યા છે. તેમને કાર, બાઈકની સાથે શ્વાન પાળવાનો પણ શોખ છે. તેઓ દીકરી ઝીવા સાથે મસ્તી કરતા પણ નજરે આવી રહ્યા છે.

માહીના જન્મદિવસ પર ટીમમેટ અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ રાંચી પહોંચ્યા હોવાની ખબર છે. હાર્દિક ધોનીની ખૂબ જ નજીક છે. તેઓ પોતાના ભાઈ કૃણાલ સાથે ચાર્ટર્ડ પ્લેનથી રાંચી પહોંચ્યા. જેને મીડિયા સરપ્રાઈઝ વિઝિટ માની રહી છે. કહેવામાં આવ્યું કે ધોનીના ઘરે બુધવારે બર્થ ડેની પાર્ટી થઈ. જો કે તેની તસવીરો સામે નથી આવી.

માહી લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. 2019માં તેઓ છેલ્લે રમતા જોવા મળ્યા હતા. તેઓ આ વર્ષે માર્ચમાં આઈપીએલમાં સીએસકે તરફથી રમતા નજર આવવાના હતા પરંતુ કોરોનાના કારણે ટૂર્નામેન્ટ ટળી ગઈ. હવે ઑક્ટોબરમાં આઈપીએલ થશે તેવી ચર્ચા છે. આઈપીએલનું આયોજન થયું તો માહીને તેના ચાહકો રમતા જોઈ શકશે.

You cannot copy content of this page