Only Gujarat

FEATURED National

12 વર્ષના બાળકે માત્ર 10 સેકન્ડમાં 10 લાખ રૂપિયાની કરી ચોરી, પોલીસના ઉડી ગયા હોશ

મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી જિલ્લા સરકારી કેન્દ્રીય બેંકની જાવદ શાખામાં ધોળા દિવસે 10 લાખ રૂપિયાની ચોરી થયાનું સામે આવ્યું છે. અંદાજે 12 વર્ષનો બાળક બેંકની અંદર આવ્યો અને કેશ કાઉન્ટર પર રાખેલા લાખોના બંડલમાંથી બે બંડલ ચોરી ફરાર થઇ ગયો. ચોરેલી રકમ 10 લાખ રૂપિયા હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ ઘટના મંગળવારે બપોરે સામે આવી હતી.

બેંક પ્રબંધક લક્ષ્મીનારાયણ મીણાને ઘટનાની જાણકારી મળતા જ તેઓએ તુરંત પોલીસને જાણકારી આપી જેના પર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો તેઓના હોશ ઉડી ગયા.

સીસીટીવીમાં દેખાઇ રહ્યું હતું કે એક બાળક કોઇની સાથે બેંકની અંદર આવ્યો હતો. ખુબ જ ચાલાકીથી બાળકે કેશ કાઉન્ટરની પાછળ ગયો અને ત્યાંથી 10 લાખ રૂપિયા ચોરી ભાગી ગયો. આ કામમાં તેને 10 સેકન્ડ જેટલો જ સમય લાગ્યો.

બેંકમાં ભીડ-ભાડ હોવાને કારણે બેંક કર્મચારી પોતાના કામમાં વ્યસ્ત હતા. ઘટનાની જાણકારી મળતા જ જાવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે પોતાની તપાસ હાથ ધરી હતી. તો સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંદી કરવામાં આવી છે.

બેંક પ્રબંધક લક્ષ્મીન નારાયણ મીણાએ જણાવ્યું કે બેંકના કેશિયર રૂપિયા રાખવા માટે પેટ લેવા અંદર ગયા હતા. એટલામાં એક બાળક બેંકની અંર ઘૂસી ગયો અને કેશ કાઉન્ટર પરથી 500ની નોટના બે બંડલ ઉઠાવી ભાગ્યો.

બાળક ભાગ્યો તો લોકો બૂમો પાડવા લાગ્યા. તુરંત તપાસ કરી તો જાણવા મળ્યું કે 10 લાખ રૂપિયા ઘટનાસ્થળેથી ગાયબ છે. બાળક ભાગી ગયો અને પકડાયો નહીં. જાવદ થાના એસઆઇ આરપી મિશ્રાએ જણાવ્યું કે સૂચના મળી હતી કે બેંકમાં ચોરી થઇ છે.

સીસીટીવી જોવા પર જાણવા મળ્યું કે કોઇ બાળક કેશ કાઉન્ટરની પાછળ ઘૂસી ગયો હતો અને 10 લાખ રૂપિયા ચોરીને લઇ ગયો છે. વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે અને બાળકની શોધખોળ ચાલું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page