Only Gujarat

National

કોંગ્રેસના આ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ 60 વર્ષે નવી ઈનિંગ શરૂ કરી, જૂની મિત્ર સાથે કર્યાં લગ્ન

નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસ્નિકે 60 વર્ષની ઉંમરે રવિવારે લગ્ન કર્યા. વાસ્નિકના નજીકના સૂત્રો કહે છે કે, વાસનિકે રવીના ખુરાના સાથે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વાસ્નિક અને રવીના જુના મિત્રો છે અને હવે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. રવિના એક ખાનગી કંપનીમાં મોટી હોદ્દા પર કામ કરતી હોવાનું કહેવાય છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, અંબિકા સોની, બીકે હરિપ્રસાદ અને આનંદ શર્મા નવદંપતીને અભિનંદન આપવા પહોંચ્યા હતા.

અશોક ગહેલોતે ટ્વીટ દ્વારા પણ વાસ્નિકને જીવનની નવી ઇનિંગ શરૂ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી અને ફોટા પણ શેર કર્યાં હતા. અશોક ગહેલોતના ટ્વિટ દ્વારા જ વાસનિકના લગ્નના સમાચાર જાહેર થયા હતા.

મુકુલ વાસ્નિક કોણ છે?
મુકુલ વાસ્નિક મહારાષ્ટ્રના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. મુકુલ વાસ્નિક કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ત્રણ વખતના સાંસદ બાલકૃષ્ણ વાસનિકનો પુત્ર છે. બાલકૃષ્ણ વાસનિક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા. તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના બુલધાનાથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

મુકુલ વાસ્નિકે ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી છે અને તે કોંગ્રેસ પાર્ટીનો જાણીતો ચહેરો છે. તેમણે ખૂબ જ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને આજે તેઓ એક પ્રખ્યાત નેતા તરીકે જાણીતા છે. મુકુલ વાસનિક લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે.

મુકુલ વાસનિક ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 1984-1989 દરમિયાન લોકસભાના સાંસદ બન્યા. આ પછી, તેમણે 10મી અને 12મી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીતીને ફરીથી સાંસદ બન્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page