Only Gujarat

National

ખેૂડતે શરૂ કરી શિંગોડાની ખેતી, વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી

આજનો યુગ આધુનિક છે તો ખેતી પણ આધુનિક જ કરવી પડે. વિજ્ઞાને ખેતી ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી છે, જે કારણે ખેડૂતોની આવક વધી રહી છે. કેટલાક ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળ્યા છે. વાત એવા ખેડૂતની જે તુવેરની ખેતી છોડીને શિંગોડાની ખેતી શરૂ કરી અને પોતાના આખા ગામ માટે એક આદર્શ બની ગયા.

બિહારના હીરા કુમાર પાસે પોતાની 10 વીઘા જમીન છે અને તેમાં તેઓ પરિવાર સાથે મળીને દર વર્ષે તુવેરની ખેતી કરતાં હતાં. હીરા કુમાર કહે છે કે તુવેરની ખેતી કરીને તેમને જોઈએ તેટલી કમાણી નહોતી થઈ રહી. તેવામાં ઝારખંડમાં રહેતા એક મિત્ર પાસેથી શિંગોડાની ખેતી વિશે જાણકારી મળી.

બિહારના હીરા કુમાર પાસે પોતાની 10 વીઘા જમીન છે અને તેમાં તેઓ પરિવાર સાથે મળીને દર વર્ષે તુવેરની ખેતી કરતાં હતાં. શિંગોડાની ખેતી વિશે જાણ થયા પછી તેમણે પરિવારને વાત કરી અને પરિવાર સાથે મળીને આ ખેતી શરું કરી. પહેલા જ વર્ષથી તેમણે તગડી કમાણી થવા લાગી.

55 વર્ષના હીરા કુમાર ધોરણ 12 પાસ છે. શિંગોડાની ખેતીને લઈને પહેલા તેમને અસમંજસ હતી પરંતુ પોતાના મિત્રની સલાહ અનુસાર ખેતી કરતાં તગડી કમાણી થઈ.

શિંગાડાની ખેતી ચોમાસાના સમયમાં કરવામાં આવે છે. તેની સારી ઉપજ માટે બે ફૂટ જેટલા પાણીની જરુર પડે છે. ખેતરમાં શિંગાડા વાવ્યા પછી 3-4 મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. હીલા કુમાર કહે છે કે 10 વીઘામાં શિંગાડાની ઉપજ લઈને તેઓ બજારમાં વેચીને વર્ષે 12-13 લાખ રુપિયાની કમાણી કરી છે.

You cannot copy content of this page