Only Gujarat

Gujarat

ગુજરાતના એક એન્જીનિયરે એવો રોડ બનાવ્યો કે જોઈ આજે પણ લોકો ખજવાળે છે માથું

પાટણના રાધનપુરમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી હતી. જેમાં રોડની કામગીરી દરમિયાન રસ્તાની વચ્ચે રહેલા વીજપોલ હટાવ્યા વિના જ રોડ બનાવી દેવામાં આવ્યો હતો. હાલમાં આ રાધનપુરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ખાસ વાત તો એ છે કે આ રોડ બનીને તૈયાર પણ થઈ ગયો છે. જોકે રોડની વચ્ચે વીજપોલ હોવાથી ગંભીર અકસ્માત થવાની આશંકા છે.

રાધનપુરમાં રોડની વચ્ચે વીજપોલ

રાધનપુરમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરમાં રોડ બનાવવાની કામગીરી સમગ્ર શહેરમાં હાસ્યનો વિષય બની ગઈ છે. અહીં રસ્તાની વચ્ચે વીજપોલ આવતો હોવા છતાં રોડ બની ગયો હતો. ત્યારે રોડનો પ્લાન બનાવનાર એન્જિનિયર અને આ પ્લાનના આધારે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર બંનેની બુદ્ધિ પર લોકો પર લોકો હસી રહ્યા છે.

અકસ્માત થાય તો જવાબદારી કોની?

ખાસ વાત એ છે કે, રોડની વચ્ચે જ વીજપોલ આવી રહ્યો છે એવામાં રાતના અંધારામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે. વીજપોલના કારણે રોડ પરથી ફોર વ્હીલ પણ કેવી રીતે નીકળશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. વિગતો મુજબ આ રોડની કામગીરી રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. એવામાં લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે, જો બેદરકારી કોન્ટ્રાક્ટરની હોય તો પછી ભણેલા એન્જિનિયર શું કરી રહ્યા છે.

You cannot copy content of this page