Only Gujarat

National TOP STORIES

કેવી રીતે બને છે Parle G? જાણો બિસ્કિટ બનાવવાની પૂરી પ્રોસેસ

અમદાવાદઃ સવારની ચા અને મન ઉદાસ હોય કે હળવી ભૂખ હોય તો પારલેજી બિસ્કિટ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. લોકડાઉનમાં સૌથી વધુ વેચાનારા આ બિસ્કિટે 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ બિસ્કિટ કેવી રીતે તૈયાર થાય છે ? જેટલી રોમાંચક બિસ્કિટ બનાવવાની પ્રોસેસ છે તેટલી જ રોમાંચક પારલે બિસ્કિટનો ઇતિહાસ પણ છે. મુંબઇના વિલે પાર્લેમાં રહેતા ચૌહાણ પરિવારે દેશની આઝાદી પહેલા 1929માં એક નાના કારખાનાથી પારલે એગ્રો ઉત્પાદનની શરૂઆત કરી હતી. આજે તે ભવ્ય કંપની બની ગઇ છે.

પારલે જી બિસ્કિટ બનાવવા માટે સૌપ્રથમ સફેદ લોટ, ખાંડ અને એડિબલ ઓઈલની જરૂર પડે છે. સૌથી પહેલા સફેદ લોટ અને ખાંડને ગાળી અલગ રાખવામાં આવે છે. ત્યારબાદ એક ટેન્કમાં સફેદ લોટ, પાણી, ઓયલ અને ખાંડને મિક્સ કરવામાં આવે છે. આ મિક્સરની પ્રોસેસને એક મોટી મશીન દ્વારા 90 સેકન્ડમાં તૈયાર કરી નાખે છે. હવે આ મિક્સરને મોલ્ડિંગ સેક્શનમાં મોકલવામાં આવે છે. અહીં 28થી 32 ડિગ્રીના તાપમાન વચ્ચે મેઈન્ટેઈન કરવામાં આવે છે. ત્યારબાદ એક ફિક્સ રોલરમાં આ મિક્સરને નાખી પારલેજી બિસ્કિટનો આકાર આપવામાં આવે છે.

મિક્સરને આકાર આપ્યા બાદ આ રોલર એક વખતમાં 384 બિસ્કિટ બને છે. ત્યારબાદ 240 ડિગ્રી તાપમાન પર આ બિસ્કિટને બેક કરવામાં આવે છે. પછી 7થી 8 મિનિટ સુધી નોર્મલ તાપમાનમાં રાખી ઠંડા કરવામાં આવે છે. ત્યારબાદ બિસ્કિટ પેકિંગ કરવામાં આવે છે અને માર્કેટમાં વેચવા માટે રવાના કરવામાં આવે છે.

મુંબઇના વિલે પાર્લેમાં રહેતા ચૌહાણ પરિવારે દેશની આઝાદી પહેલા 1929માં એક નાના કારખાનાથી પારલે એગ્રો ઉત્પાદનની શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ કંપની મિઠાઇ અને ટોફી જેવા મેલોડી, કાચી મેંગો વગેરેનું ઉત્પાદન કરતી હતી. પોતાની સ્થાપનાના એક દાયદા બાદ 1939માં કંપનીએ બિસ્કિટના ઉત્પાદનની શરૂઆત કરી હતી. કંપનીનું નામ મુંબઇના ઉપનગર વિલે પાર્લે પરથી રાખવામાં આવ્યું છે. વિલે પાર્લે રેલવે સ્ટેશનનું નામ પણ પાર્લે નામના ગામ પર આધારિત છે. આ ગામની પાસે ઇર્લે નામનો વિસ્તાર પણ છે. આ વિસ્તારમાં પારલેએ પોતાના એગ્રો ઉત્પાદન કારખાનાની શરૂઆત કરી હતી.

પારલેજી વિશ્વમાં સૌથી વધુ વેચાનારા બિસ્કિટ પ્રોડક્ટ્સ છે. ભારતના ગ્લુકોઝ બિસ્કિટની શ્રેણીમાં પારલેજીનો 70 ટકા બજાર પર કબજો છે. પારલે પ્રોડક્ટ્સ પારલેજી બિસ્કિટની સાથે સાથે ક્રેકજેક, મોનૈકો અને પાર્લે મેજિક જેવા વિવિધ પ્રકારના બિસ્કિટ પણ બનાવે છે. ભારત ઉપરાંત યુરોપ તથા અમેરિકામાં પણ પારલેજીનું ધૂમ વેચાણ થાય છે.

પારલે નામ તો સમજ્યા પરંતુ આ જી એટલે શું ? આ એટલા માટે કે કંપનીનું સ્લોગન છે જી એટલે જીનિયસ એટલે કે પ્રભાવશાળી. જોકે જીનો અર્થ ગ્લુકોઝ છે. શરૂઆતના સમયમાં પારલે ગ્લુકો બિસ્કિટના નામથી જ વેચાતા હતા. શરૂઆતના સમયમાં કંપનીએ પેકેટના ચિત્રો ઘણી વખત બદલાવ્યા. બાદમાં તેનું નામ પારલે જી રાખ્યું. પારલેજી બિસ્કિટની સાથે સાથે તેના રેપર પર આવતા બાળકનું ચિત્ર પણ ખુબ જ લોકપ્રિય છે.

પારલેજી બિસ્કિટના રેપર પર એક સુંદર અને પ્યારી બાળકીની તસવીર છપાયેલી હોય છે, જે આપણે બધા બાળપણથી જોતા આવીએ છીએ. આ બાળકીને લઇને પણ એક ખાસ ચર્ચા શરૂ થઇ હતી કે આ બાળકી છે કોણ અને ક્યાંની છે. ત્યારે કંપનીના પ્રોડક્ટ મેનેજરે સ્પષ્ટતા કરી કે પારલેજીના પેકેટ અને રેપર પર દેખાતી બાળકીની તસવીરનો સંબંધ કોઇપણ મહિલા સાથે નથી આ એક કાલ્પનિક પ્રતિકૃતિ છે, જેને મગનલાલ દહિયા નામના એક ચિત્રકારે 1960ના દાયકામાં આ તસવીરને બનાવી હતી.

You cannot copy content of this page