Only Gujarat

Bollywood

ટીવી-બોલિવૂડ માટે બહુ જ ખરાબ છે આ વર્ષ, હવે આ ગુજરાતી કલાકારનું નિધન

મુંબઈઃ ઇન્ડસ્ટ્રી માટે થોડા સમયથી કપરો કાળ ચાલી રહ્યો છે. ઘણા સેલેબ્સએ આ દુનિયાને અલવિદા કહ્યું. ઇરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન,પ્રેક્ષા મેહતા ,બાસુ ચેટર્જી,ગીતકાર યોગેશ જેવા ઘણા સેલેબ્સનું નિધન થયું. દુનિયાભરમાં કોરોના વાયરસનો વ્યાપ હજુ પણ એટલો જ ફેલાયેલો છે. હજ્જારો લોકો આ વાયરસના લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભારતમાં પણ આ મહામારીની અસર જરા પણ ઓછી થઇ નથી. દેશભરમાં આજે પણ આ બીમારીથી કેટલા લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

જોકે, લોકડાઉન પછી દેશમાં હવે લોકો ને છૂટ-છાટ આપવામાં આવી છે અને તેઓ ઘરથી બહાર નીકળી રહયા છે. આ દરમિયાન જ ટીવી ઇન્ડસ્ટ્રી માટે એક માઠા સમાચાર આવ્યા છે. ટીવી શૉ ‘શ્રી ગણેશ’ના અભિનેતા જગેશ મુકાતીનું અવસાન થયું છે. એમણે બુધવાર, 10 જૂનના રોજ બપોરે અંતિમ શ્વાસ લીધા. તેઓ 47 વર્ષના હતા.

શ્વાસ લેવામાં થઈ રહી હતી તકલીફઃ જગેશે ટીવી શૉ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ની સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અહેવાલો મુજબ તેઓ પાછલા ૩-4 દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા.તેમને શ્વાસ લેવામાં પરેશાની થઇ રહી હતી. પરંતુ સારવાર દરમિયાન જ તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુથી બોલિવૂડ અને ટીવી જગત ફરી એકવાર શોકમગ્ન થઇ ગયું છે.

અંતિમ સંસ્કાર થઈ ગયાઃ જગેશે બુધવારે બપોરે અંતિમ શ્વાસ લીધા, ત્યારબાદ તેમના પરિવારજનોએ બુધવારે જ તેમના અંતિમ સંસ્કાર કરી દીધા. ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ના અંબિકા રંજનકરે જાગેશના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું-‘દયાળુ,મદદનીશ અને ભાવસહજ.. ખુબ જલ્દી ચાલ્યા ગયા..આપની આત્માને સળગતી પ્રાપ્ત થાય, ૐ શાંતિ. પ્રિય મિત્ર જાગેશ તું હંમેશા યાદોમાં રહીશ.’ જણાવી દઈએ કે જગેશનું ગુજરાતી નાટ્ય-જગતમાં ખુબ નામ હતું. ઉલ્લેખનીય છે કે જગેશે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પરિણીતી ચોપરાની ફિલ્મ ‘હસી તો ફસી’માં કામ કર્યું હતું.

ઘણા સેલેબ્સએ દુનિયાને અલવિદા કહ્યુંઃ ઈન્ડસ્ટ્રી માટે થોડા સમયથી કપરો કાળ ચાલી રહ્યો છે. ઘણા સેલેબ્સએ આ દુનિયાને અલવિદા કહ્યું. ઇરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન,પ્રેક્ષા મેહતા ,બાસુ ચેટર્જી,ગીતકાર યોગેશ જેવા ઘણા સેલેબ્સનું નિધન થયું. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી ચુકેલી દિશા સાલિયાનએ એક ઊંચી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ બનાવ પછી તેણીને હોસ્પિટલે લઇ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

You cannot copy content of this page