Only Gujarat

Bollywood

કરન જોહરની પાર્ટીમાં પ્રેગ્નન્ટ કરીના આવી લાડલા સાથે, અંદરની ખાસ તસવીરો

કરણ જોહરે તેમના બંને બાળકો રુહી અને યશ જોહરની બર્થડે પાર્ટી રાખી હતી. જેમાં ઘણાં સ્ટાર કિડ્સ સ્પૉટ થયાં હતાં. કરણ જાહરના બંન્ને બાળકોની બર્થ-ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે જોઈને ચાહકોએ પણ વિષ કર્યું હતું.

કરીના કપૂરનો લાડકો તૈમૂર અલી ખાન અને રાની મુખર્જીની દીકરી સહિતના સ્ટાર કિડ્સ રુહી અને યશને હેપ્પી બર્થડે વિશ કરવા માટે આવ્યાં હતાં.

તૈમૂર આ દરમિયાન મમ્મી કરીની કપૂર સાથે કારમાં બેસેલો જોવા મળ્યો હતો. તે પાર્ટીના મૂડમાં જોવા મળ્યો હતો.

કરણ જોહરે બાન્દ્રા સ્થિત ઘરમાં આ પાર્ટી રાખી હતી. જેમાં ગૌરી ખાનનો દીકરો અબરામ પણ આવ્યો હતો.

આમ તો રાની મુખર્જી દીકરી સાથે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. તે દીકરીને લાઇમલાઇટથી દૂર રાખે છે, પણ કેમેરાએ રાની અને તેમની દીકરીને કેદ કરી લીધાં હતાં.

તો આ બર્થડેની તૈયારી પણ ખૂબ જ કરવામાં આવી હતી. બર્થડે બલૂન કારમાં ભરેલાં હતાં અને હેપ્પી બર્થડે રુહી અને હેપ્પી બર્થડે યશ લખ્યું હતું.

તો કરણ જોહરે પોતાના બંને બાળકોને અનોખી રીતે બર્થડે વિશ કર્યું હતું, પણ કરણ પર તે ભારે પડ્યું હતું.

કેમ કે, જે વીડિયો કરણ જોહરે શેર કર્યો તેમાં યશ અને રુહી બંને પોતાના પિતાની ડ્રેસિંગ સ્ટાઇલ અને કપડાની મજાક ઉડાવતાં જોવા મળ્યાં હતાં.

રવિ કપૂરની બર્થડે પાર્ટીમાં કરણ જોહર પોતાના બંને બાળકો રુહી અને યશ જોહર સાથે પહોંચ્યો હતો. ખાસ વાત છે કે, બંને બાળકોએ હાથ જોડી ફોટોગ્રાફરને નમસ્તે કર્યું હતું. કરણની જેમ તેમના બંને બાળકો ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, કરણ જોહર સેરોગેસી દ્વારા પિતા બન્યો હતો. વર્ષ 2017માં બે જુડવા બાળકોનો જન્મ થયો જેમનું નામ રુહી જોહર અને યશ જોહર રાખવામાં આવ્યું હતું.

You cannot copy content of this page