Only Gujarat

Bollywood FEATURED

માલદિવ્સમાં આલિયા ભટ્ટ બિકીની પહેરીને કોની સાથે માણી રહી છે મજા, જુઓ તસવીરો

આલિયા ભટ્ટ છેલ્લા ઘણાં સમયથી પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેની ઉપર કામનું પ્રેસર હોવાના કારણે તેની તબિયત પણ વચ્ચે ખરાબ થઈ હતી. હવે આલિયા ભટ્ટે કામમાં બ્રેક લઈને રિલેક્સ થવા માલદિવ્સ પહોંચી છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આલિયા ભટ્ટ પોતાની મિત્ર આકાંશા રંજન કપૂર અને બહેન શાહીન ભટ્ટ સાથે માલદીવ્સ પહોંચી હતી. આલિયા હાલ માલદિવ્સમાં મજા માણી રહી છે અને બીચ પર એન્જોય કરી રહી છે.

આલિયાએ બીચ એન્જોય કરતાં પોતાની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે ચશ્મા પહેરેલા જોવા મળી હતી જ્યારે કલરફૂલ બિકીનીમાં જોવા મળી હતી. તેણે કેપ્શનમાં લખ્યુ હતું કે, ‘Blue Seas And a Pisces”.

આલિયાની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંશા રંજન કપૂર પણ જોવા મળી હતી. આકાંશાએ આલિયાની સાથે પોતાની ઈન્સ્ટાગ્રામ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં બન્ને ક્યૂટ પોઝ આપ્યા હતાં.

બન્નેની સાથે આલિયાની મોટી બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી હતી. શાહીને ટ્રાવેલની ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. આ બધાંની સાથે આકાંશની બહેન અનુષા રંજન પણ માલદિવ્સમાં છે. આ તસવીરને અનુષાએ શેર કરી હતી અને આ તસવીર તે મસાજ કરાવતી હતી તે સમયની છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા શાહીન ભટ્ટે આલિયા ભટ્ટની તસવીરો શેર કરી કહ્યું હતું કે, બન્ને બહેનો ડિનર ડેટ પર ગઈ હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, બન્ને બહેનો મુંબઈમાં નહીં પરંતુ માલદિવ્સમાં મસ્તી કરી રહી છે.

આલિયા સિવાય આકાંશ રંજન કપૂરે પણ પોતાની બિકીની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં આકાંશ ડેક પર યલો બિકીની પહેરીને જોવા મળી હતી. વેકેશન એન્જોય કરી રહેલી આલિયા હાલ બહુ જ ખુશ જોવા મળી હતી.

માલદિવ્સમાં આલિયા ભટ્ટ બિકીની પહેરીને મજા માણી રહી છે તે બિકીની કિંમત 14,496 રૂપિયા છે. આલિયા ભટ્ટે પેપર લંડન બ્રાન્ડની બિકીની પહેરી હતી જેની તસવીરો સામે આવી છે.

You cannot copy content of this page