Only Gujarat

Bollywood FEATURED

બહેનના લગ્નમાં પત્ની સાથે આવ્યો આ સાઉથ સુપરસ્ટાર, ચિરંજીવીનો દીકરો ને વહુ પણ મળ્યા જોવા

તેલુગુ એક્ટ્રેસ અને મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી નિહારિકા કોનિડેલા 9 ડિસેમ્બરે લગ્ન કરી રહી છે. લગ્ન પહેલા તેની સંગીત સેરેમનીની તસવીરો સામે આવી છે, જેમાં તે થનારા પતિ જેવી ચૈતન્ય જોનાલડેડાની સાથે નજર આવી રહી છે. જણાવી દઈએ કે લગ્ન માટે નિહારિકાએ ડેસ્ટિનેશન તરીકે ઉદયપુરની પસંદગી કરી છે. નિહારિકાની સંગીત સેરેમનીના ચિંરજીવી સાથે તેના દિકરા રામચરણ તેજા, વહૂ ઉપાસના, અલ્લૂ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડી નજર આવ્યા.

કોવિડ-19 ના દરમિયાન ઉદયપુરમાં થનારા આ બીજા હાઈપ્રોફાઈલ લગ્ન છે. જે પહેલા કંગનાના ભાઈના લગ્ન અહીં થયા હતા. લેક સિટી ડેસ્ટિનેશન વેડિંગ માટે હવે બોલીવુડ બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારાઓની પણ પસંદ બની રહ્યું છે.

આ લગ્નમાં સામેલ થવા માટે મેગા સ્ટાર ચિરંજીવીની સાથે તેનો દિકરો રામચરણ, પત્ની સુરેખા અને વહૂ ઉપાસના પણ ઉદયપુરમાં છે. આ પહેલા હૈદરાબાદમાં નિહારીકાની હલ્દી થઈ હતી. જેના ફોટો નિહારિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજી નિહારિકા કોનિડેલાની સંગીત સેરેમનીમાં ભાઈ રામચરણ તેજાએ પણ ડાન્સ કર્યો. સંગીત સેરેમનીમાં નિહારિકા કોનિડેલાના બંને ભાઈ સુપરસ્ટાર રામ ચરણ અને અલ્લૂ અર્જુન એક સાથે પોઝ દેવાનું ન ભૂલ્યા.

બહેન નિહારિકાના લગ્નમાં પત્ની ઉપાસના સાથે રામચરણ તેજા.

હલ્દી સેરેમનીમાં કાકા ચિરંજીવી સાથે નિહારિકા કોનિડેલા.

નિહારિકાની હલ્દી સેરેમનીમાં પત્ની સુરેખાની સાથે પહોંચ્યા ચિરંજીવી.

સંગીત સેરેમનીમાં નિહારિકા કોનિડેલાના બંને ભાઈ સુપરસ્ટાર રામ ચરણ અને અલ્લૂ અર્જુન એક સાથે પોઝ દેવાનું ન ભૂલ્યા.

You cannot copy content of this page