Only Gujarat

FEATURED National

કોરોના નથી આવતો કાબૂમાં તો કલેક્ટરે જાહેરમાં જ CMHOને ધમકાવી નાખ્યા

મધ્યપ્રદેશના ઈંદૌરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં ઈંદૌર જિલ્લા તંત્ર કોઈ જ લાપરવાહી નથી વર્તવા માંગતું. કોરોના સંક્રમણ વચ્ચે મંગળવારે જિલ્લા પ્રશાસને સમીક્ષા બેઠક રાખી. આ બેઠકમાં કલેક્ટરે ઈંદૌર CMHOને વ્યવસ્થા મામલે ફટકાર લગાવી.

મીટિંગ દરમિયાન કલેક્ટરે CMHO ડૉ. પ્રવીણ જડિયાની ક્લાસ લઈ લીધી. જે બાદ તેઓ રડતા બહાર નિકળ્યા. કલેક્ટરે ગુસ્સો કર્યા બાદ CMHOની તબિયત ખરાબ થઈ ગઈ. જે બાદ તેમને ઘરે જવું પડ્યું. કલેક્ટરે લગાવેલી ફટકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે CMHO ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. કેટલાક અધિકારીઓ તેમને શાંત કરાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે અને તેમને ગાડી સુધી મુકવા જાય છે.

થયું એવું કે, કલેક્ટરની ફટકારના કારણે CMHOની તબિયત ખરાબ થઈ ગઈ અને તેઓ રડતા રડતા બેઠકથી બહાર નિકળી ગયા. છેલ્લા કેટલાક સમયથી ડૉ. જડિયાની કામ કરવાની પદ્ધતિથી કલેક્ટર મનીષ સિંહ નારાજ હતા. અને જેનું પરિણામ આજે સામે આવ્યું.

વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે કલેક્ટર મનીષ સિંહ CMHO ડૉ. પ્રવીણ જડિયાને તેમના કામને લઈને ફટકાર લગાવી રહ્યા છે. કોરોના સાથે જોડાયેલા કેટલાક સેમ્પલની ફાઈલોની તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે.

You cannot copy content of this page