Only Gujarat

National

એકબીજાની પત્નીઓ અદલાબદલી કરીને રાતો બનાવતા હતા રંગીન: હાઈફાઈ લોકોના શોખ

પત્નીઓની અદલા-બદલીના હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો છે. WhatsApp और Messenger પર ગ્રુપ બનાવીને આ રેકેટ ચલાવવામાં આવતું હતું. જેમાં અંદાજે 1 હજારથી વધુ લોકો જોડાયા હતા. હસબન્ડ વાઈફ એક્સચેન્જ રેકેટમાં સામેલ સાત લોકોને પોલીસે ઝડપી લીધા છે, અને 25થી વધુ લોકો પર નજર રાખી છે.

આ શોકિંગ ઘટના કેરળમાં સામે આવી છે. અહીંના કોટ્ટાયમ શહેરમાં પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ આ આખા રેકેટનો પર્દાફાશ એક મહિલાની ફરિયાદ બાદ સામે આવ્યો હતો. મામલો બહાર આવતાં જ આખા કેરળમાં ચકચારી થઈ ગઈ છે.

કોટ્ટાયમ શહેરની મહિલાએ તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ રાખવા માટે મજબૂર કરી રહ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં કેરળના કાયમકુલમમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.

આ અંગે ચાંગલચેરીના ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે કહ્યું હતું કે રેકેટમાં સામેલ લોકો પહેલાં ટેલીગ્રામ અને મેસેન્જર ગ્રુપમાં સામેલ થતા હતા અને પછી એકબીજાને મળતા હતા. અમે ફરિયાદ કરનાર મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે આ મામલામાં બાકીના આરોપીઓની શોધ આદરી દીધી છે.

ધરપકડ કરાયેલામાં મોટોના ભાગના લોકો કેરળના કોટ્ટાયમ અને અર્નાકુલમના રહેવાશી છે. પોલીસે એ વાતની પુષ્ટી કરી છે કે આ રેકેટમાં રાજ્યના કેટલાય હાઈફાઈ લોકો સામેલ છે. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવઈ છે, જ્યારે 25થી વધુ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. આ રેકેટમાં વોટ્સઅપ અને મેસેન્જર ગ્રુપમાં 1 હજારથી વધુ લોકો સામેલ હોય શકે છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ રેકેટમાં એક હજારથી વધુ લોકો સામેલ છે, જેમાં શારીરીક સંબંધ માટે મોટાપાયે મહિલાઓની અદલાબદલી કરવામાં આવી રહી છે. આ આખું રેકેટે ટેલિગ્રામ અને બીજા ઓનલાઈન મેસેન્જર એપ્લિકેશન દ્વારા ચલાવવામાં આવતું હતું. આવનારા દિવસોમાં અનેક હાઈફાઈલ લોકોના નામ બહાર આવી શકે છે.

You cannot copy content of this page