Only Gujarat

Gujarat

ફોઈની દીકરી સાથે પતિ કરતો હતો પ્રેમાલાપ, અચાનક આવી ચડી પત્ની, ગંદુકામ કરતાં રંગેહાથ ઝડપ્યા

અમદાવાદમાં પતિ-પત્ની ઔર વો નો એક કિસ્સો સામે આવ્યો છે. જો કે પતિ જેની સાથે રંગરેલીયા મનાવતો હતો તે બીજુ કોઈ નહીં, પણ સાળી એટલે કે પત્નીની જ ફોઇની દીકરી છે. વિદેશથી આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થવાનું બહાનું કાઢી યુવકે પત્નીને બહેનના ઘેર મોકલી દીધી હતી.

આ સમય દરમિયાન પતિએ પત્નીની જ ફોઈની દીકરી સાથે વર્ચ્યુઅલ પ્રેમાલાપ શરૂ કર્યો હતો અને પછી શારીરિક સંબંધો બાંધ્યા હતા.પત્નિને શંકા જતાં તેણે પતિને પિતરાઇ બહેન સાથે પ્રેમાલાપ કરતો રંગે હાથ ઝડપી લીધો હતો. તે પછી યુવકે ફોઈજીની દીકરી એવી સાળી સાથે લગ્ન કરવા ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા પત્ની પર ત્રાસ ગુજારતાં પત્નીએ પતિ વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના વટવામાં રહેતી 33 વર્ષીય યુવતી મીના (નામ બદલ્યું છે) નાં લગ્ન 2008માં સાબરમતીમાં રહેતા સમીર (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. આ લગ્નથી તેમને બે સંતાન થયાં. લગ્નના થોડા સમય પછી પતિ નોકરી માટે ઓમાન ગયો હતો. ઓકટોબરમાં જ તે ઓમાનથી પરત અમદાવાદ આવ્યો હતો.

તેણે પત્નીને કહ્યું કે, કોરોનાનો કહેર હોવાથી તે વિદેશથી પાછો આવ્યો છે અને પોતાને ક્વોરોન્ટાઇન થવાની જરૂર હોવાનું કહ્યું હતું. આમ કહીને સમીરે મીનાને તેની બહેનના ઘરે રહેવા મોકલી દીધી હતી. મીના બહેનના ઘરેથી પતિ સમીરને ફોન કરતાં તે સાથે વાત કરવાનું ટાળતો હતો. જેને લઈને મીનાને પતિ પર શંકા જતાં તે ઘરે આવી ગઇ હતી.

ઘરે આવીને મીનાએ જોયુ કે સમીર તેની ફોઇની દીકરી રીના સાથે વિડીયો કોલથી પ્રેમલાપ કરતો હતો. આ બાબતે મીનાએ સમીરને પૂછતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કર્યો હતો. આથી મીનાએ તેના સસરાને જાણ કરતા તેમણે બંનેને સમજાવી સમાધાન કરાવ્યું હતુ. જે બાદ સમીર અવારનવાર ડોકટર પાસે જવાનું બહાનું કરી મીનાની ફોઈની દીકરી રીનાને મળવા જતો હતો.

જેથી મીનાએ એક દિવસ સમીરનો પીછો કરતા વાડજમાં તેની ફઈની દીકરી રીનાને મળતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ સમીરે ઘરે આવીને મીનાને કહ્યું હતું કે મારે રીના સાથે લગ્ન કરવા છે તું છૂટાછેડા આપી દે. આથી રેશ્માએ કંટાળીને પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page