Only Gujarat

Gujarat

રાજકોટના ન્યારી ડેમમાં યુવકોને લક્ઝુરિયસ ગાડી લઈને જોખમી સ્ટંટ કરવા ભારે પડ્યાં

ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ન્યારી ડેમ ખાતે પાણીમાં થાર ગાડી ઉતારી જોખમી સ્ટંટ કરતા વાઇરલ વીડિયો અંગે તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વાઇરલ વીડિયો અંગે ગુનો નોંધી દરવાજા પર ઉભા રહેલા દેખાતા છાયાંશુની પોલીસે ધરપકડ કરી ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.


ઇન્સ્ટાગ્રામ પર જોખમી સ્ટંટ કરતા વાઇરલ વીડિયો અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે થાર ગાડીના દરવાજે ઉભા રહેલા એક શખસ છાયાંશુ સગપરીયાની ધરપકડ કરી છે. જ્યારે વીડિયોમાં દરવાજા પર ઉભેલા અન્ય એક શખસ રવિ વેકરીયા અને ગાડી ચલાવતા સ્મિત સખિયાની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપી છાયાંશુ પાસેથી થાર ગાડી પણ કબ્જે કરી છે. જ્યારે વીડિયો સત્યજિતસિંહ ઝાલાએ ઉતાર્યો હોવાનું સામે આવતા તેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.


રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે જ માત્ર 24 કલાકમાં સીઝનનો 50 ટકા વરસાદ વરસ્યો હતો. જેના કારણે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે, લોકો બિનજરૂરી તળાવ, સરોવર, ચેકડેમ કે ડેમની આસપાસ પ્રવાસ ન કરે.


ત્યારે સ્મિત છાયાંશુ તેમજ રવિ સહિતના વ્યક્તિઓ પોતાના મિત્રો સાથે ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં થાર કાર લઈને પસાર થતા હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલાની જાણ તાલુકા પોલીસને થઇ હતી. જે બાદ સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલાની જાણ તાલુકા પોલીસને થઇ હતી. જે બાદ સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસના જણાવ્યા અનુસાર ન્યારી ડેમના છેવાડાના ભાગે જ્યાં પાણી ભરાયેલા હતા તેમાં થાર ગાડી લઈને સ્મિત સખિયા ડ્રાઇવિંગ કરવા ગયો હતો. ગાડીના બંને દરવાજે છાયાંશું તેમજ રવિ વેકરીયા ઊભા રહી ઊંડા પાણીમાં થાર કાર ચલાવી સ્ટંટ કરતા હતા. જેનો વીડિયો સત્યજીતસિંહ ઝાલાએ ઉતાર્યો હતો.

You cannot copy content of this page