Only Gujarat

National

વરરાજા પોતાનો જીવ જોખમમાં મુકીને દુલ્હનને લેવા પહોંચ્યો પછી…..

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વરરાજાની એવી દિવાનગી જોવા મળી કે તે પોતાના જીવને જોખમમાં મુકીને પોતાની દૂલ્હનને લેવા માટે ગયો હતો. વરરાજાએ થર્મોકોલ બોટ પર બેસીને નદી પાર કરી હતી અને દૂલ્હનને લાવ્યો હતો.


ભારે વરસાદના કારણે ઘણા વિસ્તાર પાણીમાં ડૂબી ગયા હતા. લોકો પોતાના ઘરમાંથી પણ બહાર નીકળી શકતા નથી. જોકે આ દરમિયાન હદગામના કરોડી વિસ્તારમાં રહેતા શહાજી રાકડેના 15 જુલાઇને શુક્રવારના રોજ લગ્ન હતા. ભારે વરસાદ અને ચારેબાજુ પાણી હોવા છતા વરરાજાએ જાન લઇ જવાની જીદ કરી હતી. કહેતો હતો કે લગ્ન તો આજે જ થશે ભલે પછી ગમે તે થઇ જાય. તેની જીદની આગળ પરિવારજનો જાન લઇ જવા માટે તૈયાર થયા હતા.


આ પછી થર્મોકોલની હોડી બનાવીને દૂલ્હનના ગામમાં પહોંચ્યા હતા. જાનૈયાઓએ થર્મોકોલ પર બેસીને 7 કિલોમીટરની સફર કરી હતી. આ ઘટના મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હદગામના કરોડી વિસ્તારની છે. વરરાજાએ કહ્યું હતું કે જો આજે લગ્ન નહીં થાય તો તેની થનાર દૂલ્હનને ખોટું લાગશે. જેના કારણે મારે ભોગવવું પડશે.


તે આખી જિંદગી મને સંભળાવશે. જેનો સામનો હું કરી શકીશ નહીં. મે દૂલ્હનને વાયદો કર્યો હતો જેને હું કોઇપણ કિંમતે પૂરો કરીશ. વરરાજાએ પોતાનો વાયદો નિભાવ્યો હતો. તેના 15 જુલાઇએ લગ્ન હતા અને તે થર્મોકોલની હોડી બનાવીને દૂલ્હનને લેવા માટે પહોંચ્યો હતો.


શહાજી રાકડેના લગ્ન યવતમાલ જિલ્લાના ચિંચોલીમાં રહેતી ગાયત્રી ગોંગાડે સાથે થયા હતા. 14 જુલાઇના રોજ હલ્દી અને તિલકનો કાર્યક્રમ હતો અને 15 જુલાઇએ સાત ફેરા થયા હતા. દૂલ્હનના ઘરે પહોંચતા બધા રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. ઘણા સ્થળે નદીઓ ઉફાન પર હતી. જોકે વરરાજા પોતાના નિશ્ચિત સમયે દૂલ્હનને લેવા માટે પહોંચ્યા હતો. તેણે કરોડીથી ચિંચોલી સુધીનો 7 કિલોમીટરનો રસ્તો થર્મોકોલની હોડી પર પસાર કર્યો હતો. જાનૈયાઓ પણ થર્મોકોલની હોડીમાં બેસી ગયા હતા.

You cannot copy content of this page