Only Gujarat

National

વાસના ભૂખ્યા જીજાજીએ સાળીને એ રીતે મારી નાખી કે જોનારા પર ધ્રુજી ઉઠ્યા

શિવહરમાં એક બનેવીએ તેની સાળીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. આ યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં જ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પહેલાં આ યુવતીના તેના બનેવી સાથે આડા સંબંધો હતા, પરંતુ લગ્ન બાદ યુવતીએ આ સંબંધોનો અંત લાવવાનું વિચાર્યું પણ તેનો બનેવી આ વાતથી જરાપણ ખુશ નહોતો અને વારંવાર તેના પર આ સંબંધ હજુ આંગળ વધારવા માટે દબાણ કરતો રહેતો હતો.


યુવતીએ જ્યારે કંટાળીને તેને સ્પષ્ટપણે ના પાડી તો બનેવી આ વાતને સહન ના કરી શક્યો અને તેણે યુવતીને ફોન કરીને એક છેલ્લી વાર મળવા માટે બોલાવી. જ્યારે યુવતી ત્યાં પહોંચી તો તેના હાથ-પગ બાંધી દીધા અને તેને માર મારીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. તેની ઓળખ છુપાવવા માટે શરીર ઉપર એસિડ પણ રેડ્યું હતું. આ યુવતીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.


આ મામલો તારિયાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મઠ મસૌલી ગામનો છે. મૃતકનું નામ રિંકી દેવી છે. લોકોએ જણાવ્યું કે, આ હત્યા ગેરકાયદેસર સંબંધમાં કરવામાં આવી છે. ધરમપુર ગામના રહેવાસી રિંકીના પિતા હરેન્દ્ર રાયે તારિયાની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેણે પોતાના મોટા જમાઈ રિતેશ રાયનું નામ ફરિયાદમાં લખાવ્યું છે, જે પૂર્વ ચંપારણ જિલ્લાના રાજેપુર તેતરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફાજિલપુરનો રહેવાસી છે.


પિતાએ કહ્યું કે, તેમની પુત્રી 4 મેની રાતથી ગુમ હતી. વાસ્તવમાં રિંકી તેના પતિ જીતેન્દ્ર રાય અને તેની માતા સાથે ગામના ફરેશ રાયની પુત્રીના લગ્નમાં આવી હતી. રિંકી ઘરમાં એકલી હતી ત્યારે તેના બનેવી આવ્યાં. શનિવારે રાત્રે જ્યારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરને તાળું મારી દેવામાં આવ્યું હતું અને બંને ઘરમાંથી ગાયબ હતા. એ પછી ઘણી બધી જગ્યાઓએ તેની શોધખોળ કરવામાં આવી પરંતુ, તે ના મળી. આખરે તારિયાની પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરવામાં આવી હતી.


આ દરમિયાન જાણવા મળ્યું કે, મકાઈના ખેતરમાં એક મહિલાની લાશ પડી છે. જ્યારે તે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મહિલાની લાશ જોઇને પરિવારના લોકો ચોંકી ગયા હતા, જે બાદ લોકોની મોટી ભીડ એકત્રિત થઇ ગઇ હતી અને તુરંત જ આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે હજુ પણ આગળ તપાસ હાથ ધરાશે.

You cannot copy content of this page