Only Gujarat

National

50 વર્ષની ઉંમરમાં આ મહિલા બની પ્રેગ્નન્ટ, 40-40 વર્ષથી જોતી હતી ખોળાના ખુંદનારની રાહ

લખનઉઃ ઉત્તરપ્રદેશના લખનઉના શાહજહાંપુરમાં રહેતા દંપતીના લગ્નને 40 વર્ષ થઇ ગયા છે. જેમાં પતિની ઉંમર 65 તો પત્ની 54 વર્ષની થઇ ચૂકી છે. જીવનના અંતિમ પડાવ તરફ આગળ વધી રહેલા આ બંને દંપતીની એક જ ચિંતા હતી કે તેમનો વંશ આગળ કેવી રીતે વધશે. પરંતુ કુદરતનો કરિશ્મા જુઓ, મેડિકલ સાયન્સના દાવાને મહિલાએ ખોટા સાબિત કર્યો અને 54માં વર્ષે માતા બની.

આ મહિલા લગ્નના 39માં વર્ષે ગર્ભવતી થઇ અને 40માં વર્ષમાં બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. ખાસ વાત તો એ છે કે આ બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હોવાથી આ દંપતીની ખુશીનો કોઇ પાર નથી. આવી જ રીતે ડોક્ટરો પણ આને કોઇ ચમત્કાર ગણે છે. તેમનું કહેવું છે કે આ ભાગ્યે જ બનતી ઘટના છે. હજારોમાં એક અથવા બે ઘટના બને છે કે આટલી ઉંમરે કોઇ મહિલા માતા બને. આ મહિલાની ડિલિવરી સિજેરિયનથી થઇ હતી અને હાલ બંને બાળકો સ્વસ્થ છે.

શાહજહાંપુરમાં રહેતા શ્યામા દેવીની ઉંમર 54 વર્ષ છે અને તેના પતિ રામ દર્શનની ઉંમર 65 વર્ષ છે. બંને વર્ષોથી કોઇ સંતાન ના હોવાને કારણે પરેશાન હતા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે લગ્નના 39મા વર્ષે શ્યામા દેવી પ્રેગ્નન્ટ થઇ અને 40મા વર્ષે તેમણે રાજધાની લખનઉના ક્વીન મેરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. અહીં સીજેરિયનની મદદથી શ્યામા દેવીએ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો.

જુડવા બાળકોની માતા શ્યામા દેવીનું કહેવું છે કે મારા લગ્ન 14 વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા. એ સમયે મારા પતિની ઉંમર 22 વર્ષની હતી. લગ્ન બાદ વર્ષો સુધી અમે બાળક થવાની રાહ જોતા રહ્યાં. પરંતુ ભગવાનને આ મંજુર ન હતું. મારા પતિ ખેડૂત છે. અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે શહેર જઇને સારવાર કરાવી શકીએ. અમે અનેક પ્રકારના ઘરેલું નુસખા અપનાવ્યા પરંતુ કોઇ ફાયદો થયો નહીં. પરંતુ હવે હું માતા બનવાથી ખુબ જ ખુશ છું.

ગાયનેકોલોજીસ્ટ તજજ્ઞોનું કહેવું છે કે મહિલાઓની સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે હોર્મોન્સ ખુબ જ ઘટી જાય છે અને આથી તેમનામાં પીરિયડ આવવાનું બંધ થઇ જાય છે. પીરિયડ બંધ થતા જ મહિલાના શરીરમાં એગ્સ બનવાનું બંધ થઇ જાય છે. પરંતુ આવું ખુજ ઓછા કિસ્સામાં જોવા મળે છે કે પીરિયડ બંધ થયા બાદ પણ એગ્સ બન્યા હોય.

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page