Only Gujarat

National TOP STORIES

નશામાં ચૂર બનેલા પોલીસકર્મીએ ત્રણ વર્ષના દીકરાની સામે જ કરી પત્નીની ઘાતકી હત્યા!

ચંદીગઢઃ કોરોના વાયરસ સામેના યુદ્ધમાં પોલીસકર્મીઓનું યોગદાન વખાણવા લાયક છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને 15થી 18 કલાકની ડ્યુટી કરી રહ્યાં છે. આ દરમિયાન હરિયાણામાં એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. અહીં એક પોલીસકર્મીએ પોતાની પત્નીની દર્દનાક હત્યા કરી દીધી એટલું જ નહીં હત્યા કર્યા બાદ તેણે જાતે જ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસની ટીમ ઘરે આવી તો આરોપી તેની પત્નીના મૃતદેહ પાસે બેસીને પોક મૂકી રહ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઘટનાને પોલીસકર્મી વિક્રમે હિસારમાં ગુરુવાર 16 એપ્રિલે સવારે અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી હતી. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. હત્યા પાછળ ઘરેલું હિંસા જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિકારી વિનોદ કુમારે જણાવ્યું હતું કે આરોપી હાઉસિંગ કોલોનીમાં ત્રીજા માળે પત્ની અને બાળક સાથે રહેતો હતો. આરોપીએ જે સમયે ઘટનાને અંજામ આપ્યો ત્યારે તેનો દીકરો પણ હાજર જ હતો.

ઘટનાની જાણ થતા જ સ્ટેશન ઇન્ચાર્જ વિનોદ કુમાર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું કે આરોપી વિક્રમે પત્નીને ચટણી પીસવાના દસ્તાથી મોતને ઘાટ ઉતારી હતી. વિક્રમ જીંદમાં ડીએસપી કેપ્ટન સિંહના ગનમેનના પદ પર કાર્યરત છે. આરોપીએ બુધવારે 15 તારીખે રાતે ફૂલ દારૂ ઢીંચ્યો હતો. આ વાતને લઇને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

પોલીસકર્મી વિક્રમ મૂળ ભિવાની જિલ્લાના દેવાસ ગામનો રહેવાસી છે. 5 વર્ષ પહેલા તેના લગ્ન રિંકુ સાથે થયા હતા. બંનેના દાંપત્ય જીવનમાં સાડા ત્રણ વર્ષનો દીકરો છે.

પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપીએ પોતાના સાસરિયાવાળાને ફોન કરી સમગ્ર કિસ્સો જણાવ્યો હતો. તો રિંકુના પરિવારજનોનું કહેવું છે કે આ પહેલા બંને વચ્ચે ક્યારે ઝઘડો થયો જ નથી, આ પ્રથમ ઝઘડો જ હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page