Only Gujarat

FEATURED National

55 વર્ષના આધેડે 13 વર્ષની કિશોરી પર ચલાવ્યો પ્રેમનો જાદુ અને છળકપટથી કરી લીધા લગ્ન

કોબરા, છત્તીસગઢ: છત્તીસગઢમાં દરિંદગીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેને જાણીને સૌ કોઈ શૉક્ડ છે. જ્યારે 55 વર્ષના એક આધેડે 13 વર્ષની કિશોરી સાથે એવું ખોટું પ્રેમનું નાટક કર્યું કે માસૂમે તેની સાથે લગ્ન પણ કરી લીધા. પરંતુ, કિશોરી આરોપીનો ખરો હેતુ ન જાણી શકી.

5 દિવસ સુધી કિશોરી પર કરતો રહ્યો દુષ્કર્મઃ આ ઘટના કોબરા જિલ્લાની છે, જ્યાં વિષ્ણુદાસ નામનો શખ્સે બાળકીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે 5 દિવસ દુષ્કર્મ કર્યું. જ્યારે પીડિતાના પરિવારજનોને આ વિશે ખબર પડી તો તેણે આરોપીને સમજાવવાની કોશિશ કરી. સાથે જ દીકરી પાછી આપવાનું કહ્યું, પરંતુ તે બાદ પણ શખ્સ ન માનતા તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જ્યા પોલીસે તેની ધરપકડ કરીને કિશોરીને છોડાવી હતી.

માસૂમની માંગમાં સિંદૂર ભરીને કર્યા લગ્નઃ આરોપી 9 જુલાઈએ બાળકી સાથે પ્રેમનું નાટક કરીને તેને સાયકલ પર બેસાડીને પોતાની સાથે મંદિરમાં લઈ ગયો. પછી તેની માંગમાં સિંદૂર ભરીને લગ્નના સાત ફેરા લીધા. પરંતુ હૈવાનના મનમાં તો કાંઈક બીજું જ ચાલી રહ્યું હતું. જે બાદ તે કિશોરીને પોતાના ઘરે લઈ ગયો અને તેની સાથે પાંચ થી છ દિવસ સુધી રેપ કરતો રહ્યો. વિષ્ણુદાસ એવો હેવાન હતો કે કિશોરીને તેણે ઘરમાં બંધ કરીને રાખી હતી. ન તો પરિવારજનો સાથે વાત કરવા દીધી કે ન બહાર નિકળવા દીધી.

પત્ની બનાવીને કર્યું દુષ્કર્મઃ પોલીસને કરેલી ફરિયાદમાં કિશોરીની માતાએ કહ્યું કે- હું વિષ્ણુદાસને હાથ પગ જોડતી રહી કે અમને અમારી દીકરી આપી દો. પરંતુ તેણે અમારી એક વાત ન સાંભળી અને કહ્યું કે હવે તે મારી પત્ની છે. કોને મળવા દેવી અને કોને નહીં તે નિર્ણય હું કરીશ.

You cannot copy content of this page