Only Gujarat

National

સાસુ હોય તો આવી, લગ્ન કરીને વહુ ઘરમાં પગ મૂકે એ પહેલા જ લાખો રૂપિયાની કાર ગિફ્ટમાં આપી

CRPFમાં SIએ પોતાના એકમાત્ર પુત્રના લગ્નમાં દહેજ ન લઈને એક ઉમદા ઉદાહરણ આપ્યું છે. માતા-પિતાએ પુત્રના લગ્નમાં દહેજના નામે માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું છે. એટલું જ નહીં, જ્યારે પુત્રવધૂ સાસરિયાંમાં આવી ત્યારે સાસુએ તેને 11 લાખની લક્ઝુરિયસ કાર ભેટમાં આપી હતી. આ દંપતીએ પુત્રના લગ્ન પહેલાં જ દહેજ ન લેવાની શરત મૂકી હતી.

લગ્નમાં શુકન તરીકે પરિવારે માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું
રાજસ્થાનના ખાંદવા ગામના રામ કિશન યાદવ CRPFમાં SI તરીકે કાર્યરત છે. તેમના એકમાત્ર પુત્ર રામવીરના લગ્ન 5 ફેબ્રુઆરીએ અલવરના ખુવાના ગામમાં થયા હતા. રામકિશન યાદવ અને તેમની પત્ની ક્રિષ્નાએ નક્કી કર્યું હતું કે તેઓ દહેજ લીધા વિના જ તેમના એકમાત્ર પુત્રના લગ્ન કરશે.

શુકન તરીકે પરિવારે માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું હતું. રવિવારે જ્યારે પુત્રવધૂ ઈશા ઘરે આવી ત્યારે સાસુએ વહુનું મોઢું જોવા સામે તેને કાર ગિફ્ટ કરી હતી. પુત્રવધૂને મોઢું જોવાની રીત સામે સાસુ દ્વારા ભેટમાં કાર આપવાની ચર્ચા હવે આખા ગામમાં થઈ રહી છે.

પુત્રવધૂ ઈશાએ કહ્યું- હું વહુ નહીં, પણ દીકરી બનીને આવી છું
પુત્રવધૂ ઈશા બીએના બીજા વર્ષની વિદ્યાર્થિની છે. વર રામવીર પણ MSCનો અભ્યાસ કરી રહ્યો છે. રામ કિશને જણાવ્યું હતું કે પત્નીનો આગ્રહ હતો કે તે પુત્રવધૂને મોટી ભેટ આપશે. આ પછી નક્કી કરવામાં આવ્યું કે તે વહુને કાર ભેટમાં આપશે.

તેમણે આ વાત કોઈને જણાવી નહોતી. સરપ્રાઈઝ જ રાખ્યું હતું. જેવી જ પરણીને પુત્રવધૂ ઘરમાં આવી કે તરત જ સાસુએ કારની ચાવી વહુને આપી દીધી હતી.

આ તરફ પુત્રવધૂ ઈશાએ પણ કહ્યું હતું કે હું વહુ નહીં, પણ દીકરી બનીને આવી છું. આ પ્રસંગે હાજર રહેલા સૂરજગઢના ધારાસભ્ય સુભાષ પુનિયાએ જણાવ્યું હતું કે આ પહેલ સમાજમાં પરિવર્તન લાવશે.

You cannot copy content of this page