Only Gujarat

National

લગ્નના 15 વર્ષ બાદ માતાએ એક-બે નહીં પણ ચાર બાળકોને આપ્યો જન્મ

બિહારના મોતિહારીમાં એક મહિલાએ એક નહીં, બે નહીં પણ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યા બાદ ચાર બાળકોની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

મોતિહારીના શંકર સરૈયાની રહેવાસી ચંદન સિંહની પત્ની ઉષા દેવીએ ક્યારેય સપનામાં પણ નહોતી વિચાર્યું કે તે એકસાથે ચાર બાળકોની માતા બનશે. લગ્ના 15 વર્ષ બાદ પણ ઉષા દેવી એક સંતાન માટે તપસ્યા કરી રહી હતી પરંતુ ભગવાનની કૃપાથી એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો.

મહિલાએ એકસાથે ત્રણ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે. આ અંગે પૂછવામાં આવ્યું તો શહેરની જાણીતી ડોક્ટર જ્યોતિએ ઝાએ જણાવ્યું કે, આ દંપત્તિ લગ્નના ઘણાં વર્ષો બાદ પણ સંતાન માટે રાહ જોઈ રહ્યું હતું અને બિહારના ઘણાં જાણીતા ડોક્ટર્સ પાસે સારવાર કરાવ્યો હોવા છતાં પણ તે નિરાશ હતું.

ડો. જ્યોતિએ જણાવ્યું કે સારવાર શરૂ કર્યાં બાદ મહિલા ગર્ભવતિ હતી અને સોમવારે એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો જેમાં ત્રણ પુત્રો અને એક પુત્રી છે. ચારેય બાળકોને જન્મ આપનાર માતા હાલ બિલકુલ સ્વસ્થ છે.

ચારે બાળકોની સારી સારવા માટે મુઝફ્ફરનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. હાલ ચારેય બાળકોની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

You cannot copy content of this page