Only Gujarat

FEATURED National

દાઉદનું માત્ર મંદાકિની સાથે જ નહીં આ એક્ટ્રેસિસ સાથે પણ રહી ચૂક્યા છે અફેર

મુંબઈ: 1993ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમનું નામ હાલમાં પાકિસ્તાનની એક અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે દાઉદનું હાલમાં પાકિસ્તાનની અભિનેત્રી મેહવિશ હયાત સાથે અફેર ચાલી રહ્યું છે. મેહવિશ (37) દાઉદથી ઉંમરમાં 27 વર્ષ નાની છે. ચર્ચા છે કે દાઉદના કહેવાથી મેહવિશને અનેક ફિલ્મોમાં કામ મળ્યું. તેને પાકિસ્તાનમાં ગેંગસ્ટર ગુડિયાના નામથી પણ ઓળખવામાં આવી રહી છે, પરંતુ આ પહેલીવાર નથી, જ્યારે દાઉદનું નામ કોઈ એક્ટ્રેસ સાથે જોડાયેલું છે.

દાઉદની બોલીવુડ અને રમતના જગતમાં કેટલી દખલઅંદાજી હતી, તે કોઈનાથી છુપાયેલું નથી. દાઉદનું નામ બોલીવુડની અનેક એક્ટ્રેસની સાથે જોડાઈ ચુક્યું છે. તેમાંથી એક હતી અનીતા અયૂબ. કહેવામાં આવે છે કે અનીતા અયૂબને એક નિર્માતાએ ફિલ્મમાં લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ દાઉદે તેની હત્યા કરાવી દીધી હતી.

અનીતા અને દાઉદ ઈબ્રાહિમની કેટલીક તસવીરો વાયરલ થતી રહી છે. માત્ર અનીતા જ નહીં ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં અભિનેત્રી મંદાકિની અને દાઉદના અફેરની પણ ખૂબ જ ચર્ચા રહી. કહેવામાં આવે છે કે દાઉદે મંદાકિનીની ફિલ્મ જોઈને નક્કી કરી લીધું હતું કે તે તેની સાથે જ લગ્ન કરશે.

જાણકારીના પ્રમાણે, દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધના કારણે મંદાકિનીને ફિલ્મો મળવાની પણ બંધ થઈ ગઈ હતી. બંનેએ બાદમાં લગ્ન કરી લીધા. સ્ટેડિયમમાં ક્રિકેટ જોતા સમયે તેમની તસવીરો ખૂબ જ સમાચારોમાં રહી હતી. જો કે બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. 1996માં મંદાકિનીએ બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા.

27 વર્ષ નાની અભિનેત્રી સાથે ચાલી રહ્યું છે અફેર: દાઉદનું હાલ પાકિસ્તાનની અભિનેત્રી મેહવિશ હયાત સાથે અફેર ચાલી રહ્યું છે. મેહવિશ(37) દાઉદથી ઉંમરમાં 27 વર્ષ નાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે દાઉદના કહેવા પર મેહવિશને અનેક ફિલ્મોમાં કામ મળ્યું. હયાત માત્ર દાઉદની નજીકની જ નહીં, પરંતુ તેના પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને અનેક ક્રિકેટર્સ સાથે પણ સારા સંબંધો છે. તેના કારણે જ ગયા વર્ષે મેહવિશને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારોમાંથી એક તમગા-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવી હતી.

ક્રિકેટમાં રહ્યો દબદબો: કહેવામાં આવે છે કે દાઉદે 90ના દાયકામાં બોલીવુડમાં પૈસા લગાવ્યા. જે બાદ ક્રિકેટમાં તેની દખલ વધી ગઈ. તે ઘણી વાર મેદાનમાં મેચ જોતો પણ નજર આવતો હતો. પોલીસના પ્રમાણે દાઉદ મેચ ફિક્સ કરાવતો હતો અને તેના પર સટ્ટો લગાવી કરોડોનો નફો કમાતો હતો.

રત્નાગિરીમાં થયો જન્મ: દાઉદનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો. તેમના પિતા ઈબ્રાહિમ કાસકર મુંબઈ પોલીસમાં હેડ કૉન્સ્ટેબલ હતા. નવમાં ધોરણ બાદ દાઉદે ભણવાનું મુકી દીધું. જે બાદ તેણે અપરાધની દુનિયામાં કદમ રાખ્યા. જે બાદ 1993માં મુંબઈમાં થયેલા મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી દાઉદ ભારત છોડીને ભાગી ગયો.

You cannot copy content of this page