Only Gujarat

FEATURED National

શહીદ જવાનની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટ્યું, લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા

શહીદ પ્રશાન શર્માનો પાર્થિવ શરીર રવિવાર 30 ઓગસ્ટ સવારે ઘરે પહોંચ્યો તો પરિવારમાં કોહરામ મચી ગયો. આ દરમિયાન પોતાના લાલનું મોઢું જોઇ માતા બેહોશ થઇ ગઇ. પ્રશાંતની માતા અને મંગેતરનું રડી રડી હાલ ખરાબ થઇ ગયા. તો શહીદની અંતિમ યાત્રામાં જબ તક સુરજ ચાંદ રહેગા પ્રશાંત તેરા નામ રહેગા અને પાકિસ્તાન મુર્દાબાદના ખુબ જ નારા લાગ્યા.

પુત્રની શહાદતથી ત્રણ જિલ્લા શોકમાં ડૂબી ગયા છે. કાશ્મીરના પુલવામામાં આતંકીઓ સાથેની અથડામણમાં માતૃભુમીની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતી આપનારા પ્રશાંત શર્માની શહાદતથી જનપદોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

મુજફ્ફરનગર સિવાય બાગપત અને મેરઠમાં પણ શોક છે. પ્રશાંતના પૈતૃત ગામ બાગપત જનપદનું બિઝરોલ છે. તેના પિતા શીશપાલ ચાર ભાઇ છે. અંદાજે 15 વર્ષ પહેલા શીશપાલ અને તેના બાકી ત્રણ મોટા ભાઇ રામપાલ, રાજપાલ, બ્રજપાલ ગામ બિઝરોલથી આવી શહેરમાં બુઢાના મોડ સ્થિત ખાંજાપુર ગામમાં રહેવા લાગ્યા હતા. હવે એક ભાઇ રાજપાલ શાહપુરમાં રહે છે. પ્રશાંતનો જન્મ બિઝરોલ ગામમાં થયો હતો. પિતા શીશપાલ વર્ષ 2003માં સેનામાં નાયક પદથી રિટાયર થયા. તે વર્તમાનમાં નરા બીજલીઘરે સિક્યોરિટી ગાર્ડના પદ પર કાર્યરત છે.

આ સિવાય કુટુંબના લોકો બિઝરોલ ગામમાં રહે છે. પ્રશાંતની બહેન પ્રિયા ઉર્ફ પ્રિયંકાના લગ્ન મેરઠના મુલ્તાનનગરમાં થયા છે. જ્યારે પ્રશાંતના લગ્ન મેરઠ જનપદના અરનાવલી ગામમાં છ સપ્ટેમ્બરે થવાના હતા.

શહીદ પ્રશાંત શર્મા 15 ફેબ્રુઆરીએ જ એક મહિનાની રજા પર ઘરે આવ્યા હતા. ત્યારે પ્રશાંતની મોટી બહેન પ્રિયાના લગ્ન મેરઠ મુલ્તાનનગરમાં રહેતા યુવક સાથે થયા હતા. સાથે જ પ્રશાંત શર્માની સગાઇ પણ મેરઠ જનપદના ગામ અરનાવલીની યુવતી સાથે નક્કી થયા હતા. છ ડિસેમ્બર 2020ની તારીખે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને આખો પરિવાર હવે લાડલાના લગ્નની તૈયારીમાં લાગી ગયો હતો.

પ્રશાંતની છેલ્લે પિતા અને નાના ભાઇ નિશાંત સાથે મોબાઇલ પર થઇ હતી. જેમાં તેના લગ્નને લઇને કરવામાં આવેલી તૈયારીઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. પરિવાર માટે લાડલા પ્રશાંતના મોત ખુબ જ દુઃખદાય છે.

શીશપાલ શર્માનો આખો પરિવાર સેના સાથે જોડાયેલો છે. પિતા ખુદ સેનામાં નાયક પદ પરથી સેવાનિવૃત થયા છે. તેના પરિવારમાં બે પુત્ર પ્રશાંત, નિશાંત અને ઇકમાત્ર બહેન પ્રિયા છે. મોટો પુત્ર પ્રશાંત પણ પિતાની જેમ જ વર્ષ 2017માં સાઇકલ સ્પોર્ટ્સ કોટાથી સેનામાં ભરતી થયો ત્યારબાદ નાનો પુત્ર નિશાંત પણ સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો છે.

શહાદત પર ફક્ર કરી નિશાંતે કહ્યું કે સેનામાં ભરતી થઇ આતંકીઓનો ખાતમો કરવો જ એકમાત્ર તેનું ધ્યેય છે. ભાઇની શહાદતથી તેની ઇચ્છી અધુરી રહી ગઇ જે હવે તે સેનામાં ભરતી થઇ સપનું પૂર્ણ કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page