Only Gujarat

Bollywood FEATURED

કોની ગાડીમાં CBI ઓફિસ પહોંચી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા? સામે આવી ચોંકવાનારી વિગત

સુશાંત સિંહ રાજપૂત મામલામાં રિયા ચક્રવર્તીની સીબીઆઇ સતત પુછપરછ કરી રહી છે. ત્રીજા દિવસે પણ ઘણા સવાલોના જવાબ માગવામાં આવ્યા. આ દરમિયાન રિયા ચક્રવર્તીની એ કાર ચર્ચાનો વિષય બની છે જેમાં તે સીબીઆઇ ઓફિસ સુધી પહોંચે છે.

આમ તો શનિવાર 29 ઓગસ્ટે રિયાને મુંબઇ પોલીસની મદદથી સીબીઆઇ ઓફિસ લઇ જવામાં આવે છે પરંતુ આ પહેલા સુધી તે એક ગ્રે રંગની ઇનોવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રે ઇનોવા કોઇ મિથુન ગોલેની છે. મિથુન અંગે વધુ જાણકારી સામે આવી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રે ઇનોવાનો તે બીજો માલિક છે. ગાડીને 2014માં રજિસ્ટર કરવામાં આવી હતી.

તો આ પહેલા સુશાંત કેસમાં રિયાની ઇડીએ ઘણી લાંબી પુછપરછ કરી છે. પુછપરછ દરમિયાન રિયાને તેની ઇનકમથી લઇને અનેક સવાલો કર્યા છે એ દરમિયાન રિયા ચક્રવર્તીએ ગ્રે કલરની Ford Endeavourમાં આવતી હતી. આ ગાડીનો નંબર MH 46 AX 6969 છે. અને માલિક સુવેદ લોહિયા હોવાનું કહેવામાં આવે છે. સુવેદનું હોસ્પિટેલિટી ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે. તેઓ સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ કામ કર્યું છે. તે અભિષેક કપૂરની ફિલ્મ આર્યનમાં પણ દેખાયો હતો. એવામાં તેની ગાડીમાં રિયાનું આવવું કોઇ કારણ હોઇ શકે છે.

આમ તો સુશાંતના મૃત્યુ બાદ સુવેદે પણ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ મેસેજ લખ્યો હતો તેઓએ લખ્યું હતું કે તે આજેપણ આકાશના તારામાં સુશાંતને શોધે છે. તેની પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે સુશાંતને પહેલાથી જ ઓળખતો હતો. ઇડીએ જ્યાંસુધી પુછપરછ કરી હતી રિયા હંમેશા આ ગાડીમાં જ દેખાતી હતી.

ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીના જુહુવાળા ઘરે પણ એક ગાડી ઉભી રહે છે. તે એક jeep Compass છે. ગાડીનો નંબર MH 02 FE 1663 છે અને તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીના નામ પર રજિસ્ટર છે. ખુદ રિયાએ ગત વર્ષે એપ્રિલમાં આ ગાડી સાથે પોતાની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સુશાંત કેસની વાત કરીએ તો રવિવાર 30 ઓગસ્ટે પણ રિયાની સીબીઆઇએ પુછપરછ કરી છે. સતત ત્રણ દિવસ સુધી કલાકો સુધી રિયા પર સવાલોની છડી લગાવવામાં આવી છે. સીબીઆઇ દરેક એંગલને જીણવટથી તપાસ કરી રહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page