Only Gujarat

Bollywood FEATURED

પરિણીત ને દીકરાનો બાપ એવો અક્ષય કુમાર હતો પ્રિયંકાના પ્રેમમાં પાગલ, પત્નીને ખબર પડી અને…

મુંબઈઃ ફોર્બ્સે હાલમાં જ વિશ્વભરના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સનું લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં અક્ષય કુમાર છ નંબર છે. ફોર્બ્સ પ્રમાણે, અક્ષય કુમાર વર્ષે 362 કરોડની કમાણી કરી છે. આ વર્ષે પહેલી જ વાર એવું થયું કે અક્ષય કુમારની એક માત્ર ફિલ્મ ‘લક્ષ્મી’ રિલીઝ થઈ છે. આ પણ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આમ તો અક્ષય કોરોનાકાળમાં એકદમ એક્ટિવ છે અને તે ફટોફટ ફિલ્મના શૂટિંગ પૂરા કરી રહ્યો છે. હાલમાં જ અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાનો એક કિસ્સ સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ થયો છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર પોતાની ફ્લેમબોય ઈમેજને કારણે બોલિવૂડમાં ઘણો જ જાણીતો હતો.

અક્ષય કુમારના અફેર્સના કિસ્સા આજે પણ બોલિવૂડમાં એટલા જ ચર્ચાસ્પદ છે. અક્ષયનું નામ અનેક એક્ટ્રેસિસ સાથે જોડાયું છે. અક્ષય પરિણીત હોવા છતાંય એક્ટ્રેસિસ સાથે સંબંધો રાખતો હતો. એક સમયે અક્ષય તથા પ્રિયંકા ચોપરા વચ્ચેના સંબંધો પૂર બહારમાં ચાલતા હતા. અક્ષય તથા પ્રિયંકાએ ‘અંદાજ’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને ‘વક્ત’માં સાથે જોવા મળ્યાં હતાં.

પ્રિયંકા તથા અક્ષયની ‘મુઝસે શાદી કરોંગે’ પણ હિટ ગઈ હતી. બંનેએ ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને આ જ કારણે તેમની ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પણ વધવા લાગી હતી. શરૂઆતમાં અક્ષયની પત્નીએ આ વાતને અફવા જ માની હતી. જોકે, પછી તેને લાગ્યું કે આ માત્ર અફવા નથી. આગ વગર ધુમાડો નીકળે નહીં.

ટ્વિંકલ ખન્નાએ પતિ અક્ષયને પ્રિયંકાથી દૂર રહેવાની સ્પષ્ટ સલાહ આપી દીધી હતી. જોકે, અક્ષય પર પત્નીની આ વાતની કોઈ અસર થઈ નહીં. જ્યારે ટ્વિંકલને લાગ્યું કે અક્ષય પર આની કોઈ અસર નથી થઈ તો તેણે સીધી પ્રિયંકા સાથે વાત કરી હતી.

ટ્વિંકલે પ્રિયંકા ચોપરા સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર બંને વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો હતો. આટલું જ નહીં ટ્વિંકલ ખન્ના એક્ટ્રેસ પ્રિયંકાને મારવા માટે ફિલ્મ ‘વક્ત’ના સેટ પર આવી પહોંચી હતી. નસીબજોગે પ્રિયંકા તે સમયે સેટ પર નહોતી. આથી અક્ષય પર જ ટ્વિંકલે ગુસ્સો ઊતાર્યો હતો.

ફિલ્મના સેટ પરના ક્રૂ મેમ્બરે કહ્યું હતું કે તે સમયે ટ્વિંકલ તથા અક્ષય વચ્ચે જબરજસ્ત ઝઘડો થયો હતો. અક્ષય માંડ માંડ ટ્વિંકલને સમજાવીને ઘરે લઈ ગયો હતો. પછી અક્ષયે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યું હતું કે તે હવે ક્યારેય પ્રિયંકા સાથે કામ કરશે નહીં. પછી પ્રિયંકાએ પણ અક્ષય સાથે જીવનમાં ક્યારેય કામ ના કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રિયંકા પહેલા અક્ષયના સંબંધો રવીના ટંડન સાથે હતા. માનવામાં આવે છે કે અક્ષય તથા રવીનાએ સગાઈ કરી લીધી હતી. જોકે, રવીના બાદ અક્ષયે અન્ય એક્ટ્રેસ સાથે સંબંધો બાંધ્યા હતા અને સંબંધો તોડી નાખ્યા હતા. આ ઘટના બાદ રવીના ડિપ્રેશનમાં જતી રહી હતી.

તો શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે અક્ષય દરેક નવી યુવતીને રાત્રે મંદિરમાં લઈ જતો અને સગાઈ કરી લેતો. તે ભગવાનની સામે લગ્ન કરવાનું વચન પણ આપી દેતો હતો. તેની સાથે પણ અક્ષયે આ જ કર્યું હતું.

અક્ષયના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘બેલ બોટમ’, ‘પૃથ્વીરાજ’, ‘અતરંગી રે’, ‘બચ્ચન પાંડે’, ‘હેરા ફેરી 3’, ‘સૂર્યવંશી’, ‘રક્ષાબંધન’, ‘રામસેતુ’માં જોવા મળશે.

You cannot copy content of this page