Only Gujarat

FEATURED National

વાહ..વહુના બે લાડલી સાથે કરાવ્યા બીજા લગ્ન, સાસુ-સસરાએ મા-બાપ બનીને આપ્યું કન્યાદાન

નરસિંહપુરઃ મધ્ય પ્રદેશના નરસિંહપુર જીલ્લાના એક સોની પરિવારની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. તેનું કારણ રૃઢીવાદી વિચારો બદલવાની પહેલ છે. વાસ્તવમાં ઝોંતેશ્વર મવઈ ગામના ડેપ્યુટી રેન્જર પદ પરથી નિવૃત્ત થયેલા રવિશંકર સોનીના દીકરા સંજય સોનનું મહિના પહેલા એક અકસ્માતમાં મોત થયું હતું.

ઘરમાં વહુએ પતિ અને 2 દીકરીઓએ પિતાને ગુમાવ્યા હતા. જેના કારણે સમગ્ર પરિવારમાં ગમનો માહોલ હતો, પરંતુ રવિશંકરે સાહસિક પગલું ભરતા વહુના જીવનમાં ખુશીઓ લાવવાનો નિર્ણય કર્યો અને હવે ઘરમાં ફરી લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ સોની પરિવારે ગુરુવાર, 26 નવેમ્બરના રોજ પુત્રવધૂને દીકરી માનીને તેના બીજા લગ્ન કરાવ્યા હતા.

દીકરાનું અકસ્માતમાં થયું મોત: રવિશંકર સોનીએ જણાવ્યું કે, તેમના દીકરા સંજયના લગ્ન 2008માં કરેલીની સરિતા સાથે થયા હતા. તેમની 11 અને 9 વર્ષીય દીકરીઓ છે. 2 મહિના અગાઉ 25 સપ્ટેમ્બરે દીકરા સંજયનું એક અકસ્માતમાં મોત થયું હતું. જે પછી પરિવારે પુત્રવધૂ અને તેની દીકરીઓના જીવનને બરબાદ નહીં થવા દેવા કંઈક કરવાનો નિર્ણય લીધો હતો.

નક્કી કર્યા બીજા લગ્ન: સસરા રવિશંકરે પુત્રવધૂના પિતા અને ભાઈઓને તેની માટે યુવક શોધવા કહ્યું અને પોતે પણ તપાસ કરી કે વહુ માટે તે ઘર યોગ્ય છે કે નહીં. ઘણા સ્થળે સંબંધ અંગે વાત કરી પરંતુ અંતે જબલપુરના પિપરિયાના રાજેશ સોની સાથે વહુના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. રવિશંકર સોનીએ જણાવ્યું કે, દીકરા પાસે જે કાર હતી તે તેમણે વહુના નામે કરી દીધી છે. દીકરાના નિધન બાદ વીમાની રકમ 3.75 લાખ પણ વહુના ખાતામાં એફડી કરી જમા કરાવી દીધી છે. તેને ઘરેણાં પણ આપ્યા છે. બંને દીકરીઓ નામે પણ એફડી છે. રવિશંકરે પોતાની વહુના હકની તમામ સંપત્તિ આપવા અને ધૂમધામથી લગ્ન કરવા અંગે વાત કરી હતી.

રાજેશની પત્નીનું પણ દુર્ઘટનામાં થયું હતું મોત: રાજેશ સોની જબલપુરમાં ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરાંનો બિઝનેસ છે. તેની પત્નીનું 3 વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું અને તેને કોઈ સંતાન નથી. તેના પરિવારમાં 2 ભાઈ છે પરંતુ કોઈને દીકરી નથી. રાજેશે કહ્યું કે, ‘આ લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે વિચાર્યું કે- આ જ સાથે અમારા ઘરે 2 દીકરીઓ આવશે, જેમનો અમે સારી રીતે ઉછેર કરીશું અને તેમને સારું શિક્ષણ અપાવશું. હું એક સારા પિતાની ભૂમિકા ભજવીશ.’

You cannot copy content of this page