Only Gujarat

Bollywood FEATURED

પહેલી જ વાર જુઓ શિલ્પા શેટ્ટીની લાડલીની ખાસ તસવીરો, લાગે છે એકદમ મીઠડી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી બીજી વાર માતા બનીને ખૂબ જ ખુશ છે અને પોતાની ખુશી તે સોશિયલ મીડિયા પર પણ જાહેર કરે છે. પરંતુ અત્યાર સુધી તેણે દીકરી સમીશાની એક પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર નથી કરી.

હાલમાં જ અભિનેત્રીને સ્પૉટ કરવામાં આવી. તે કરીને પોતાની દીકરીને ખોળામાં લઈને કારથી ઉતરતી નજર આવી રહી છે. પરંતુ ફોટોગ્રાફર્સને જોઈને સમીશાનો ચહેરો પણ છુપાવતી નજર આવી રહી છે.

શિલ્પાની દીકરીને એક ઝલક પામવા માટે ચાહકો આતુર હતા અને આખરે તે મોકો આવી ગયો. લેટેસ્ટ ફોટોસમાં શિલ્પા શેટ્ટીની દીકરી સમીશાનો ચહેરો નજર આવી રહ્યો છે.

સમીશા ખૂબ જ ક્યૂટ નજર આવી રહી છે. જો કે માત્ર તેની એક ઝલક જ કેમેરામાં કેદ થઈ. પરંતુ ચાહકો પહેલીવાર સમીશાનો ચહેરો જોઈને ખુશ થઈ રહ્યા છે.

એવું નથી કે શિલ્પાએ સોશિયલ મીડિયા પર સમીશાની તસવીરો શેર નથી કરી. અનેક ફેમિલી ફોટોસમાં સમીશા નજર આવી હતી. પરંતુ તેનો ચહેરો નહોતો દેખાતો.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ સરોગસીની મદદથી સમીશાને જન્મ આપ્યો હતો.

તે સિવાય શિલ્પાના દીકરા વિયાન રાજ કુંદ્રાનો જન્મ 21 મે, 2012ના દિવસે થયો હતો. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પૉપ્યુલર છે.

શિલ્પા શેટ્ટીએ ડૉટર્સ ડેના દિવસે પણ સમીશાની તસવીરો અને ફીલિંગ્સ શેર કરી હતી.

You cannot copy content of this page