આ કામમાં માહેર છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રોશન ભાભી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમયથી રોશનભાભીનો કિરદાર નિભાવતી જેનિફર મિસ્ત્રી બંસીવાલને કોણ નથી જાણતું. રોશન સિંહ સોઢીની પત્ની અને ગોગીની માતાના રૂપમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. જબલપુર, મધ્યપ્રદેશમાં જન્મેલી જેનિફરે ગુરુ ગોવિંદ સિંહ ખાલસા સ્કૂલથી પોતાનો કૉમર્સનો અભ્યાસ પુરો કર્યો છે.

એક્ટિંગ જ નહીં ડાન્સમાં પણ છે માહેર
જેનિફરે તારક મહેતામાં દમદાર એક્ટિંગથી પોતાની જાતને સાબિત તો કરી છે. સાથે જણાવી ગઈએ કે ક્લાસિકલ ડાન્સમાં પણ તે માહેર છે. કથકની શોખીન જેનિફરને નવરસ કરવું ખૂબ જ પસંદ છે. તો પોતાની દીકરી લેકિસ્શા સાથે સોશિયલ મીડિયા પર ફોટોસ અપલોડ કરતી રહે છે.

મોટા પડદા પર પણ આવી છે નજર
જેનિફરે મોટા પડદા પર પણ કામ કર્યું છે. 2008માં ક્રેઝી 4, 2009માં લક બાય ચાન્સ અને 2016માં એરલિફ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટા પડદે વધુ સફળતા ન મળતા જેનિફર નાના પડદે પોતાનું કરિયર આગળ વધારી રહી છે.

સોશિયલ મીડિયા પર છે એક્ટિવ
જેનિફરને ઈન્ટ્રોવર્ટ માનવામાં આવે છે. પરંતુ જણાવી દઈએ કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના પતિ બોબી બંસીવાલ અને દીકરી લેકિસ્શા સાથે વિતાવેલા સમયની તસવીરો પોતાની પ્રોફાઈલ પર શેર કરતી રહે છે. સાથે જ તારક મહેતાની કાસ્ટ સાથેની તેની અનેક તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર છે.

ઑફિશિયલ અકાઉન્ટ પર છે હજારો ફૉલોઅર્સ
રોશન ભાભી ઉર્ફ જેનિફરના ઑફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હજારો ફૉલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 41 હજારથી વધુ લોકો ફૉલો કરે છે. જ્યારે ફેસબુક પર 21 હજાર અને ટ્વીટર પર 3 હજાર લોકો તેને ફૉલો કરે છે.

સાથે જ તમને જણાવી દઈએ કે તેની ઑફિશિયલ યુટ્યૂબ ચેનલ પણ છે. જેને 16 હજાર લોકોએ સબસ્ક્રાઈબ કરી છે. જેનીફર અત્યાર સુધીમાં તેના પર 125 વીડિયોઝ અપલોડ કરી ચુકી છે.